Not Set/ અરવલ્લી : બે જૂથો વચ્ચે અથડામણ, ઇજાગ્રસ્તોને સારવાર દવાખાને ખસેડાયા

અરવલ્લી જિલ્લામાં બાયડના પીપોદરા ખેતરમાં ભેલાણ બાબતે બોલાચાલી થતાં મામલો બિચકયો હતો. જેમાં બંને બાજુથી લોકોના ટોળા આવી જતાં મામલો વધુ ગરમાયો હતો. જેથી અથડામણમાં બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા. આ અંગે પોલીસે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી […]

Top Stories Gujarat Others

અરવલ્લી જિલ્લામાં બાયડના પીપોદરા ખેતરમાં ભેલાણ બાબતે બોલાચાલી થતાં મામલો બિચકયો હતો. જેમાં બંને બાજુથી લોકોના ટોળા આવી જતાં મામલો વધુ ગરમાયો હતો.

જેથી અથડામણમાં બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા. આ અંગે પોલીસે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

mantavyanews.com

મળતી વિગતો મુજબ, ખેતરમાં ઘેટાં ઘુસી ગયા હતા, તેમજ પાકને નુકસાન કર્યું હતું અને ઘેટાં કેટલોક પાક ખાઈ ગયા હતા. જેથી મામલો ગરમાયો હતો.

બોલાચાલી શરુ થતા બંને બાજુથી લોકોના ટોળા પહોંચી ગયા હતા. થયેલી જૂથ અથડામણમાં બેથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.