Not Set/ 22મી ઓક્ટોબરે વડાપ્રધાન વડોદરાની મુલાકાતે

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરાયેલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ હાથ ધરાનારા કામોના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વડોદરા આવી રહ્યા છે. યોગાનુયોગ ગત વર્ષે પણ 22મી ઓક્ટોબરે વડાપ્રધાન વડોદરાની મુલાકાતે હતા અને ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી હતી. કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદી દહેજથી સીધા હેલિકોપ્ટરથી નવલખી મેદાનમાં આવશે. જ્યારે વડોદરાથી પરત જતી વખતે નવલખી […]

Top Stories

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરાયેલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ હાથ ધરાનારા કામોના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વડોદરા આવી રહ્યા છે. યોગાનુયોગ ગત વર્ષે પણ 22મી ઓક્ટોબરે વડાપ્રધાન વડોદરાની મુલાકાતે હતા અને ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી હતી. કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદી દહેજથી સીધા હેલિકોપ્ટરથી નવલખી મેદાનમાં આવશે. જ્યારે વડોદરાથી પરત જતી વખતે નવલખી મેદાનથી એરપોર્ટ સુધી તેમનો રોડ શો યોજાવામાં આવશે તેવું સૂત્રેએ જણાવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા હેતુનો પાર્કિંગ તેમજ માર્ગો પર નો-એન્ટ્રી જેવાં જાહેરનામાં જારી કરી દેવાયાં છે.વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અંદાજે રૂપિયા 1000 કરોડના ખર્ચે કરાયેલાં વિકાસ કામોના લોકાર્પણ અને આયોજિત કામોનાં ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવાનું નક્કી થયું છે