Rajkot News/ રાજકોટ : ભાજપના કાર્યકર પાસે સિટી બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ, મેનપાવર પૂરો પાડે છે

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બેફામ પણે બસ ચલાવતા આવા ડ્રાઈવરો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં સિટી બસના અકસ્માતમાં ચાર જણા મોતને ભેટ્યા છે. પોલીસે બસ ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.  ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે સિટી બસના કોન્ટ્રાક્ટ મુદે મોટી માહિતી સામે આવી છે. ભાજપના કાર્યકર પાસે સિટી બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં વોર્ડ નંબર ચારમાં વિક્રમ ડાંગર ભાજપનો મહામંત્રી છે.

એજન્સી સંચાલક વિક્રમ ડાંગર ભાજપ સાથે સંકળાયેલ છે. ઉપરાંત વિક્રમ ડાંગર વોર્ડ નં-4 ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ શા માટે…? તે પણ એક મોટો સવાલ છે. શું ભાજપ સાથે જોડાયેલ હોવાથી વર્ષોથી કોન્ટ્રાક્ટ અપાય છે કે શું તેવી પણ ચર્ચા છે.

તેની પાસે રાજકોટ સિટી બસમાં મેનપાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ છે.આ ઘટના અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાયો છે. બસની બ્રેક ફેઈલ થઈ કે કેમ તેની તપાસ કરવામાં આવશે.સીસીટીવી જોતા એવું લાગે છે ડ્રાઈવર દ્વારા બ્રેક લાગી નથી અથવા તો તે મારી શક્યો નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બસનું સંચાલન કરવામાં આવે છે. જ્યારે રાજપથ લિમિટેડ સીધુ જ આરએમસીની અંડરમાં કામ કરે છે અને આ બસનું સંચાલન કરે છે.

બીજી તરફ આ બસના સંચાલનમાં મેન પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ ભાજપના કાર્યકર પાસે હોવાનો ખુલાસો થયો છે. રાજકોટમાં વોર્ડ નંબર ચારમાં ભાજપના મહામંત્રી વિક્રમ ડાંગર પાસે સિટી બસમાં મેન પાવર પૂરો પાડવા માટેનો કોન્ટ્રાક્ટ છે.આ ઘટના બાદ રાજકોટ ભાજપના ટોચના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય ડો. દર્શિતા શાહે કહ્યું હતું કે, કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરાશે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બેફામ પણે બસ ચલાવતા આવા ડ્રાઈવરો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જ્યારે રાજકોટના સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે, બસની સ્પિડ લિમિટ બંધ કરવા માટે મહાનગર પાલિકાના કમિશ્વનર સાથે વાત થઈ છે. ટ્રાફિકમાં કોઈપણ બસ કે વાહન સ્પીડમાં ના જવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ કાર અકસ્માતમાં ‘ડ્રાઈવર’ની આખરે ધરપકડ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

આ પણ વાંચો: રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવા મામલે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસરનું નિવેદન આવ્યું સામે

આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં જામનગરના વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત : પરિવારજનોનું હૈયાફાટ રૂદન