Surendranagar/ ચુડા પંથકમાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી નિભાવી ભાઈની ફરજ

દિકરીના લગ્ન હોય ત્યારે સાત ફેરા ફરતી વખતે કન્યાનો ભાઇ જવતલ હોમી બહેનના હાથે અગ્નીમાં આહુતી અપાવે તેવી પરંપરા છે. અને આથી જ ભાઇને લાડમાં જવતલીયો પણ કહેવામાં આવે છે.

Gujarat Others

@સચીન પીઠવા,મંતવ્ય ન્યૂઝ  – સુરેન્દ્રનગર

દિકરીના લગ્ન હોય ત્યારે સાત ફેરા ફરતી વખતે કન્યાનો ભાઇ જવતલ હોમી બહેનના હાથે અગ્નીમાં આહુતી અપાવે તેવી પરંપરા છે. અને આથી જ ભાઇને લાડમાં જવતલીયો પણ કહેવામાં આવે છે. ભાઇ બહેનના અપાર હેતની આ પ્રણાલી આજે પણ લગ્ન પ્રસંગે અકબંધ છે. સંજોવવશ જો કન્યાને કોઇ ભાય ન હોય તો કૌટુંબ ભાઇઓ પણ જવતલ હોમીને બહેનના હેતની પરંપરા જાળવે છે.

સટ્ટાની લત લગતા યુવકે કરી આત્મહત્યા, હોટલાના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

પરંતુ સુરેનદ્રનગર જિલ્લાના ચુડામાં રહેતા દિવ્યકાંતભાઇ રાવલને સંતાનમાં બે દિકરીઓ જ હતી. બંને દિકરીને દિકરાથી વિશેષ લાડ પ્રેમથી ઉછેર કરનાર આ પરિવારમાં મોટી દિકરી નિધીનો તા. 7 ડિસેમ્બરના રોજ લગ્નનો રૂડો અવસર હતો.વાજતે ગાજતે જાન સાથે આવેલો લાડો અને લાડી ચોરીમાં સપ્તપદીના ફેરા ફરવા માટે બેઠા ત્યારે જવતલ હોમવાની વિધી આવી એ સમયે પિતાજી એ કહયુ કે મારે ભલે દિકરો ન હોય પરંતુ મારી નાની દિકરી… નીષા મારા માટે દિકરાથી કાઇ કમ નથી.

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈંગ્લીશ દારૂ અને કાર સહિત 2.44 લાખનો મુદામાલ જપ્ત

આથી જવતલ હોમવાની વિધી દિકરી નિષા કરશે. આમ નાની બહેન સાફામાં સજજ બની આવી અને મોટી બેનના લગ્નમાં જવતલ હોમીને ભાઇની પરંપરા તો નિભાવી હતી પરંતુ સાથે સાથે દિકરીઓ હવે દિકરા સમાન બની ગઇ હોવાની ભાવના પણ ઉજાગર કરી હતી.

લાલપર નજીક ઓફિસમાં જુગાર રમતા ત્રણ ઝડપયા, એક ફરાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…