Jamnagar News/ જામનગર શહેરમાં પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બર ની ઉજવણી અંતર્ગત સધન ચેકિંગ સાથે માર્ચ પાસ્ટ કરાઈ

પોલીસ દ્વારા અનેક સ્થળે વાહન ચેકિંગ: દારૂના નશાખોરોને શોધી કાઢવા બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરાયું

Top Stories Gujarat

Jamnagar News :   જામનગર શહેરમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને શહેરમાં કોઈ દારૂનો નશો કરીને છાકટાવેડા ન કરે, તે સંદર્ભમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાઇ રહ્યું છે.

જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા અને સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝા તેમજ સમગ્ર બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા શહેરના સીટી બી. ડિવિઝન વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.


શહેરના મુખ્ય માર્ગો જી.જી. હોસ્પિટલ રોડ, ત્રણબત્તી, રણજીત રોડ, ટાઉનહોલ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસની સમગ્ર ટીમ ફરી વળી હતી, અને અનેક સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિક નિયમન ભંગ અંગેના અલગ અલગ કેસો કરવામાં આવ્યા હતા.

શહેરમાં દારૂનો નશો કરીને કોઈ શખ્સો છાકટાવેડા ન કરે તે સંદર્ભમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ તંત્ર દ્વારા કેટલાક શકમંદોને બ્રેથ એનાલાઇઝર ની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત શહેરી વિસ્તારમાં નાઈટ ડ્રાઇવ પણ રાખવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી