Not Set/ લખનઉમાં એટીએસની મોટી કાર્યવાહી અલકાયદાના બે આતંકવાદીઓને પકડ્યા,ભાજપના અનેક નેતા નિશાના પર હતાં

એટીએસનો દાવો છે કે અલ કાયદા સાથે સંકળાયેલા આ આતંકવાદીઓ લખનઉ અને યુપીના અન્ય વિસ્તારોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એવું પણ બહાર આવી રહ્યું છે કે ભાજપના ઘણા મોટા નેતાઓ પણ તેમના નિશાન પર હતા.

Top Stories

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ દુબગ્ગા રીંગરોડ પર સીતા બિહાર વિસ્તારમાં બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને પ્રેશર કૂકર બોમ્બ મળી આવ્યા છે. કમાન્ડો દ્વારા અહીંના ત્રણ મકાનોને ઘેરી લેવામાં આવ્યા છે અને  શોધખોળ હાથધરવામાં આવી છે. એટીએસનો દાવો છે કે અલ કાયદા સાથે સંકળાયેલા આ આતંકવાદીઓ લખનઉ અને યુપીના અન્ય વિસ્તારોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એવું પણ બહાર આવી રહ્યું છે કે ભાજપના ઘણા મોટા નેતાઓ પણ તેમના નિશાન પર હતા.

એટીએસએ રવિવારે સવારે 10 વાગ્યે શાહિદના ગેરેજ , રિયાઝ અને સિયાઝના ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી બે લોકોની ધરપકડ કરીને એટીએસે મલીહાબાદમાં શાહિદના મૂળ નિવાસસ્થાન પર પણ દરોડા પાડ્યા હતા. આ સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

શાહિદની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. શાહિદે 12 વર્ષથી અહીં એક ગેરેજ ખોલી હતી. તે પહેલા માલિહાબાદમાં રહેતો હતો  અને પછી તે દુબઈ ગયો હતો  ત્યાંથી પરત ફર્યા બાદ તે ગેરેજની પાછળના મકાનમાં રહેતો હતો.  એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એટીએસના ઘરમાં પ્રવેશતા જ તેણે ઘણા દસ્તાવેજો અને નકશા સળગાવી દીધા હતા. ઘણા દસ્તાવેજો કબજે લેવામાં આવ્યા છે. એટીએસએ મંડિયાવ પર પણ દરોડા પાડ્યા હતા.એટીએસના આ દરોડાથી ચારે બાજુ એક અકરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. પડોશીઓ કહે છે કે આ લોકો કોઈની સાથે વધારે વાત કરતાં ન હતાં.કોઇ સંગ્દિધ વાત જોવા મળી ન હતી પરતું તે દેશવિરોધી પ્રવૃતિમાં સામેલ છે તો તેમને સજા થવી જોઇએ.