પશ્ચિમ બંગાળમાં મોડી રાત્રે ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘર સહિત કુલ 15 સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા છે. આ બોમ્બમારાની ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. બોમ્બ ધડાકા દરમિયાન પોલીસ દ્વારા લગાવવામાં આવેલ સ્થાપિત સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ હુમલા પાછળ ટીએમસી ગુંડાઓનો હાથ કહ્યું છે. તે જ સમયે, ભાજપના સાંસદ મુકુલ રાયે કહ્યું કે, તેઓ આ ઘટના અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરશે.
આ પણ વાંચો : જ્યોતિરાદિત્યના ‘જયવિલાસ પેલેસ’માં ચોરી, જાણો શું ચોરી ગયા ચોરો
મળતી માહિતી મુજબ બોમ્બ વિસ્ફોટ કરનાર 15 સ્થળો પૈકી ભાટપારા વિસ્તારમાં ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરનો પણ સમાવેશ છે. અર્જુન સિંહના ઘર પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું અને બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા.
West Bengal | Bombs have been hurled at around 15 places & CCTV cameras installed by police have been broken by three people & their associates: BJP MP Arjun Singh in Jagaddal area of Bhatpara, North 24 Parganas
ACP AP Choudhury says, "3 people including a child are injured". pic.twitter.com/dPSbZLcVyC
— ANI (@ANI) March 17, 2021
ભાટપાડાના જગદલ વિસ્તારમાં ભાજપના સાંસદના ઘર નજીક 15 જેટલા સ્થળે બોમ્બ ફેંકી દેવામાં આવ્યા હતા અને કેટલાક બદમાશોએ પોલીસ દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ભાજપના સાંસદ અર્જુન સિંહના જણાવ્યા અનુસાર, તેમના ઘણા સાથીઓ સાથે ત્રણ લોકો પણ આ હુમલામાં સામેલ થયા હતા.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં સર્જાયો અકસ્માત, સ્પેશિયલ ફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, 9 લોકોનાં મોત
પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં બાળકો સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયાનું કહેવું છે કે આ હુમલા પાછળ ટીએમસી લોકો શામેલ છે.
આ પણ વાંચો : શોકમાં ડૂબ્યો ફોગાટ પરિવાર, બબીતા ફોગાટની બહેને કર્યો આપઘાત
