Breaking News/ NEET પહેલા 3 દિવસ બાકી, વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન

NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું. આ ઘટના ફરી એકવાર વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના તણાવ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Breaking News: અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે (18 જૂન) વહેલી સવારે એક 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. કહાન પટેલે એરિસ્ટો આનંદમ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વિદ્યાર્થી NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની માહિતી મળતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.