Ahmedabad News/ મુખ્યમંત્રી ચિંતન શિબિર માટે “ટીમ ગુજરાત” સાથે અમદાવાદથી ‘વંદે ભારત’ ટ્રેનમાં વલસાડ જવા રવાના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ચિંતન શિબિર માટે મંત્રીમંડળ સહિત અમદાવાદથી ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રસ્થાન કર્યું હતું…

Gujarat Ahmedabad

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ચિંતન શિબિર માટે મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ સહિત અમદાવાદથી ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રસ્થાન કર્યું હતું.

[fvplayer id=”273″]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ પ્રશંસનીય પ્રયોગ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લાના ધરમપુર (Dharampur, Valsad) નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (PM Patel)ના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad) ખાતેથી ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેન (Vande Bharat Train)માં સામૂહિક પ્રવાસરૂપે પ્રસ્થાન કર્યું હતું.

12 મી ચિંતન શિબિર “સામુહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”

* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચિંતન શિબિર માટે “ટીમ ગુજરાત” (Team Gujarat) સાથે વલસાડ જવા રવાના

* વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદ થી વલસાડ જવા રવાના થયા

* મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ટ્રેનમાં રવાના

* 12 મી ચિંતન શિબિર વલસાડના ધરમપુરમાં યોજાઇ રહી છે

* મુખ્યમંત્રી, મંત્રીમંડળના સૌ સભ્યો સહિત 241 ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી, તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી (Technology) અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે.

આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર ખાતે ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ

આ પણ વાંચો: ગાંધીનગરમાં આજે સવારે 10 કલાકે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી…