National News/ મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં જંગ, નંબર ગેમમાં ફસાઈ શકે છે સરકાર

લોકસભામાં આજે Women’s Reservation બિલ પર અંતિમ મતદાન થશે. 2/3 બહુમતી મેળવવી સરકાર માટે પડકારજનક બની શકે છે. જાણો શું છે લોકસભાની બેઠકોનું ગણિત અને વિપક્ષની રણનીતિ.

NATIONAL Top Stories India
Women's Reservation

Women’s Reservation Bill: મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા ઐતિહાસિક વિધેયકોને લઈને આજે લોકસભામાં નિર્ણાયક દિવસ છે. ગુરુવારે થયેલા પ્રાથમિક મતદાનના આંકડાઓએ (Women’s Reservation)સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. આજે સાંજે 4 વાગ્યે થનારું ફાઈનલ વોટિંગ નક્કી કરશે કે વર્ષોથી લટકેલું આ બિલ પસાર થશે કે ફરી એકવાર આંકડાકીય માયાવી જાળમાં ફસાઈ જશે.

શરૂઆતી વોટિંગમાં સરકારને લાગ્યો ઝટકો?

ગુરુવારે જ્યારે સદનમાં આ વિધેયકો પર પ્રાથમિક (Women’s Reservation) મતદાન થયું, ત્યારે ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા. સદનમાં હાજર 436 સાંસદોમાંથી 185 સાંસદોએ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. એટલે કે લગભગ 42 ટકા સાંસદો સરકારની વિરુદ્ધમાં જોવા મળ્યા હતા. બંધારણીય સુધારા માટે સરકારને 2/3 બહુમતીની જરૂર છે, જે હાલના સંજોગોમાં ઘણી મુશ્કેલ જણાઈ રહી છે.

બહુમતીનું ગણિત અને સરકારનો પડકાર

લોકસભાની હાલની સ્થિતિ જોતા સરકાર માટે આંકડાકીય લક્ષ્ય ઘણું કપરું છે:

સદનની પ્રભાવી સંખ્યા: 540

જરૂરી સમર્થન (2/3 બહુમતી): ઓછામાં ઓછા 360 સાંસદો

જો વિપક્ષી એકતા અકબંધ રહે અને તૃણમૂલ કોંગ્રેસના વધુ 20 સાંસદો આજે વિરોધમાં જોડાય, તો સરકાર માટે જાદુઈ આંકડો 360 મેળવવો મોટો પડકાર બની જશે.

કેવી રીતે થશે મતદાન? (Women’s Reservation)

આજે સામાન્ય ધ્વનિ મતને બદલે ‘ઓટોમેટિક વોટ રેકોર્ડર સિસ્ટમ’ દ્વારા ડિવિઝન વોટિંગ કરવામાં આવશે. દરેક સાંસદે મશીન દ્વારા પોતાનો મત આપવાનો રહેશે. આ ગંભીર સ્થિતિને જોતા તમામ મુખ્ય પક્ષોએ પોતપોતાના સાંસદોને ‘વ્હીપ’ (Whip) જારી કરીને સદનમાં ફરજિયાત હાજર રહેવા આદેશ આપ્યો છે.

તૃણમૂલની એન્ટ્રીથી વિપક્ષ પલડું ભારે

ગઈકાલે તૃણમૂલ કોંગ્રેસના ઘણા સાંસદો ગેરહાજર હતા, પરંતુ અહેવાલ છે કે આજે મમતા બેનર્જીના આશરે 20 જેટલા સાંસદો મતદાન માટે દિલ્હી પહોંચી રહ્યા છે. આ વધારાના મતો જો વિરોધમાં પડશે, તો સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. હવે આખી દુનિયાની નજર સાંજે 4 વાગ્યે થનારા આ ઐતિહાસિક મતદાન પર ટકેલી છે.


આ પણ વાંચો : મહિલા અનામત 2029થી લાગુ થશે? સરકાર સુધારા બિલ લાવશે, વિપક્ષ સાથે ચર્ચા તેજ

આ પણ વાંચો : મહિલા અનામત બિલઃ ગુજરાતની સાથે બદલશે દેશનો રાજકીય નક્શો

આ પણ વાંચો : મહિલા અનામત બિલ બાદ રાજકીય ગણિતમાં ફેરફાર