Accident/ પાકિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 13 લોકના મોત,5ની હાલત ગંભીર

પાકિસ્તાનના લિયાકતપુર તાલુકામાં એક ખાંડ ભરેલી ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં 13 લોકોના મોત નિપજ્યા છે અને પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે

Top Stories World

પાકિસ્તાનના લિયાકતપુર તાલુકામાં એક ખાંડ ભરેલી ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં 13 લોકોના મોત નિપજ્યા છે અને પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત ફિરોઝા નગરમાં થયો હતો અને લિયાકતપુર અને ખાનપુર તાલુકાઓના બચાવ અધિકારીઓ 10 ઈમરજન્સી વાહનો તેમજ જિલ્લા વહીવટી તંત્રની ક્રેન્સ બચાવ અને સ્થળાંતર કામગીરીમાં સામેલ હતા

ડેપ્યુટી કમિશનર (ડીસી) સૈયદ મુસા રઝાએ જણાવ્યું હતું કે સાંજે 7.30 વાગ્યા પછી બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.આ અખસ્માત ગમખ્વાર હતો. તેમણે કહ્યું હતું કે બચાવ પ્રવૃતિઓ પૂર્ણ થયા બાદ ઘટનાનું મુખ્ય કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવશે. જિલ્લા માહિતી કચેરીના હેન્ડઆઉટ મુજબ, ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી હતી અને ડીસીએ સૂચના આપી હતી કે ઓળખ પછી મૃતદેહોને તેમના વતન પરત મોકલવામાં આવે.