રાજયમાં કોરોના કેસોમાં રોકેટની ગતિથી વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાજ્યના છ જિલ્લાઓ એવા છે જ્યાં કોરોના કેસો અત્યંત ઝડપથી વધી રહ્યા છે. આ છ જિલ્લાઓમાં ગાંધીનગર, આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારીનો સમાવેશ થાય છે.
અત્યંત ઝડપથી વધી રહ્યા છે કેસ
છેલ્લા 3 દિવસમાં નવા 11 જિલ્લાઓમાં કેસ નોંધાયા
નાના શહેર અને ગામડાઓ પણ કોરોનાની ઝપેટમાં
રાજ્યમાં રાજકીય અને સામાજિક કાર્યક્રમો, રેલીઓ અને માસ્ક વિના લોકોના મેળાવડાના પરિણામે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. 21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે.

પહેલી અને બીજી લહેરની તુલનાએ આ વખતે બમણી ઝડપે કેસો આવતા સરકારે પણ દવાઓ, બેડ, ઈન્જેક્શનનો સ્ટોક કરી રાખ્યો છે. હાલ રાજ્યના આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગર જિલ્લામાં નવા કેસો રોકેટની ઝડપે વધી રહ્યા છે. આ છ જિલ્લામાં વધતા કોરોના કેસો ચિંતા વધારી રહ્યા છે. 21થી 27 ડિસેમ્બર વચ્ચે આણંદમાં 28 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, કચ્છમાં 23 કેસ, ખેડામાં 26 કેસ, વલસાડમાં 33 કેસ, નવસારીમાં 21 કેસ નોંધાયા હતા.

જ્યારે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે આણંદમાં 138, ગાંધીનગરમાં 101, કચ્છમાં 85, ખેડામાં 124, વલસાડમાં 90 અને નવસારીમાં 65 કેસ નોંધાયા છે. રાજ્યમાં આવતા નવા કેસોની વાત કરીએ તો 21 થી 24 ડિસેમ્બર સુધી જે 12-13 જિલ્લામાં દૈનિક કેસો આવતા હતા. તે 28મી ડિસેમ્બરથી વધીને 24 જિલ્લા સુધી થઈ ગયા. આમ 3 દિવસમાં જ વધુ 11 નવા જિલ્લાઓમાં કોરોનાના કેસો આવવા લાગ્યા છે. એવામાં ફરીથી નાના શહેરો અને ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા બીજી લહેર વખતે હોસ્પિટલોની બહાર લાઈના લાગવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
અફઘાનિસ્તાન / તાલિબાન શા માટે દુકાનોની બહાર મૂકેલા પૂતળાના ગળા કાપી રહ્યું છે..?
super-poo-stool / તમારી સારવાર બીજાના મળ દ્વારા થશે, ‘મળ દાન’નું ચલણ ઝડપથી વધી રહ્યું છે
Photos / સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન ‘ટકિલા ફીસ’ સાયન્સની મદદથી ફરી જીવિત કરવામાં આવી
