વડોદરા,
છેલ્લા કેટલાક સમયથી વડોદરા મહાનગર સેવાસદનના મેયર પદને લઇ જોવા મળતી અટકળોનો સોમવારે અંત આવ્યો છે. VMSSના મેયર પદ માટે જોવા મળેલા ગરમાવા બાદ હવે ડો. જીગીશાબેન શેઠના નામ પર કળશ ઢોળાયો છે.
આ ઉપરાંત VMCના ડેપ્યુટી મેયર તરીકે જીવરાજ ચૌહાણ જયારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીષ પટેલની નિમણુંક કરવામાં આવી છે.
ડો. જીગીશાબેન શેઠની પૂર્વ મેયર ભરત ડાંગરના સ્થાને વરણી કરવામાં આવી છે. આ પહેલા તેઓ VMSSના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા.
VMSSના નિયમ મુજબ આ વખતે મેયર પદ માટે મહિલાનો વારો હતો, જયારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે જનરલ કેટેગરીના પુરુષનો વારો હતો ત્યારે હવે ડો. જીગીશાબેન શેઠની શહેરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીષ પટેલની વરણી કવામાં આવી છે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી વર્તમાન મેયર ભરત ડાંગરનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો હતો ત્યારથી જ કલાનગરીના મેયર પદને લઇ અનેક આગેવાનોએ પોતાની દાવેદારી દર્શાવી હતી અને આ પદની પસંદગીને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો.
