મુંબઈ,
દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી દેશ છોડી ભાગી ચુક્યો છે, ત્યારે આ મુખ્ય કૌભાંડીને શોધવા માટે તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે અને કૌભાંડી નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલય દ્વારા પણ આ અંગે વારંવાર જણાવવામાં આવી રહ્યું છે કે, નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ છે. પરંતુ વિદેશ મંત્રાલયના દાવા વચ્ચે પણ તે વિદેશમાં આશાનીથી યાત્રા કરી રહ્યો છે.
જો કે હવે આ દાવા -પ્રતિદાવા અને નીરવ મોદીની સતત યાત્રા માટે સૌથી મોટો સવાલ છે કે, આ તમામ યાત્રાઓ કેવી રીતે સંભવિત છે.
નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ થયા બાદ આ સવાલો ઉભા થઇ શકે છે:
૧. જયારે કોઈ વ્યક્તિનો પાસપોર્ટ રદ્દ થાય છે ત્યારે ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા દુનિયાના તમામ દેશોને આ અંગે જાણકરી આપવામાં આવતી હોય છે.
૨. વિદેશ મંત્રાલય દ્વારા ૨૪ ફેબ્રુઆરીના રોજ નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો હતો, પરંતુ ઇન્ટરપોલની રિપોર્ટ જણાવે છે કે, નીરવ મોદી હજી પણ ભારતના પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે.
૩. આ પહેલા ૫ જૂનના રોજ ઇન્ટરપોલ દ્વારા ભારતીય એજન્સીઓને લખવામાં આવેલા પોતાના પત્રમાં દાવો કર્યો હતો કે, “૧૫ માર્ચથી મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી નીરવ મોદી ભારતના પાસપોર્ટ પર જ ટ્રાવેલ કરી રહ્યો હતો”.
આ ઉપરાંત ઇન્ટરપોલના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ૩૧ માર્ચના રોજ નીરવ મોદીએ યુકેથી પેરિસની યાત્રા ભારતના પાસપોર્ટ જ કરી હતી.
૪. વિદેશ મંત્રાલયના નીરવ મોદીના પાસપોર્ટ રદ્દ કરાયાના દાવાઓ બાદ સવાલો ઉભા થયા છે કે, નીરવ મોદી વિદેશમાં ભારતના પાસપોર્ટ પર કેવી રીતે ટ્રાવેલ કરી રહ્યો છે.
આ સવાલો વચ્ચે ED અને CBIને આ અંગે જયારે પૂછવામાં આવે છે ત્યારે તેઓનનો જવાબ હોય છે કે, આ મામલે વિદેશ મંત્રાલય જ જણાવી શકે છે.
૫. ઇન્ટરપોલ પાસે અત્યારસુધી નીરવ મોદી અંગે જે પણ જાણકરી છે, તે દેશોની એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંબંધોને કારણે જ મળી રહી છે. પરંતુ હજી સુધી નીરવ મોદીનો પાસપોર્ટ એક્ટિવ છે, જેથી કોઈની પાસે નીરવ મોદીની ધરપકડ કરવા તેમજ પૂછતાછ કરવાની મંજૂરી નથી.
૬. જયારે હવે નીરવ મોદી સામને રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે છે ત્યારે ઇન્ટરપોલ પોતના સાથી દેશોને નીરવ મોદીની જાણકરી આપવા અંગે કહી શકે છે. ઇન્ટરપોલ દ્વારા જયારે પણ કોઈ જાણકરી મળે છે ત્યારે તેની ધરપકડ, અટકાયત કે પૂછતાછ કરવામાં આવી શકે છે.
૭. રેડ કોર્નર નોટિસ જાહેર થયા બાદ નીરવ મોદીની જે દેશ ધરપકડ કરે છે તે તરત જ ભારતને આ અંગે જાણકરી આપવી પડશે. પરંતુ તે ભારત કેવી રીતે અને કેટલી ઝડપી આવશે તે જે તે દેશના ભારત સાથેના સંબંધો બાદ જ સામે આવી શકે છે.
