Election Commision/ કર્ણાટક પહોંચી ચૂંટણી પંચની ટીમ, રાજકિય હલચલ તેજ, PM મોદી આ તારીખે કરશે પ્રવાસ

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. ચૂંટણી પંચની એક ટીમ ગુરૂવારે (9 માર્ચ) ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા કર્ણાટક પહોંચી હતી

Top Stories India
Election Commission

Election Commission :કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. ચૂંટણી પંચની એક ટીમ ગુરૂવારે (9 માર્ચ) ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા કર્ણાટક પહોંચી હતી.આ ટીમ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ વિશેની માહિતી મેળવશે. ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે, અરુણ ગોયલ અને ચૂંટણી નાયબ કમિશનરનો આ ટીમમાં સમાવેશ થાય છે. તેઓ બેંગલુરુમાં રાજ્યના ચૂંટણી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ કર્મચારીઓ સાથે વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના સંદર્ભમાં બેઠક કરશે. તેઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે અને સ્વતંત્ર અને ન્યાયી ચૂંટણીઓ માટે તેમની પાસેથી સૂચનો લેશે. પીએમ મોદી પણ સતત કર્ણાટકની મુલાકાતે છે. આ સમય દરમિયાન વડાપ્રધાન 12 માર્ચે ફરી એકવાર રાજ્યમાં પહોંચવાના છે. તો કોંગ્રેસે પણ ટિકિટ વહેંચણીને લઈને મોટો દાવો કર્યો છે.

કર્ણાટક રાજ્યમાં સત્તારૂઢ ભાજપ પુનરાગમન કરવાનો પૂરો (Election Commission) પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે કર્ણાટકના પ્રવાસે છે. આ વર્ષે પીએમ છઠ્ઠી વખત કર્ણાટકની મુલાકાત લેશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કર્ણાટકની મુલાકાતે હતા. PM બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેને સમર્પિત કરવા માંડ્યા જિલ્લામાં પહોંચશે. પીએમ મોદીની કર્ણાટક મુલાકાત વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન રોડ શો કરશે. આ સાથે પીએમ વિકાસ સંબંધિત પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજ્યની મુલાકાતે છે. નડ્ડા ગુરુવારે (9 માર્ચ) સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનસભાને સંબોધી હતી. પાર્ટીની વિજય સંકલ્પ યાત્રા અંતર્ગત આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નડ્ડા કર્ણાટક પહોંચ્યા હતા.

આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર (Election Commission) રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ બેંગલુરુ પહોંચી હતી. કર્ણાટકના ત્રણ દિવસના પ્રવાસે ગયેલી આ ટીમમાં ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ પણ સામેલ છે. રાજ્યમાં મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજધાની પહોંચ્યા પછી, ટીમના સભ્યોએ કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર મીના અને અન્ય અધિકારીઓ સાથે ‘વિકાસ સૌધા’ ખાતે બેઠક યોજી હતી. પંચની આ ટીમ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે અને તેમના સૂચનો અને મંતવ્યો મેળવવા ઉપરાંત તેમની ફરિયાદો પણ સાંભળશે. આ ટીમ શહેરમાં આયોજિત ‘સમાવેશક ચૂંટણીઓ અને ચૂંટણી સાર્વભૌમત્વ’ પરના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લેશે. ચૂંટણી પંચની આ ટીમ 10 માર્ચે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક યોજીને ચૂંટણીની તૈયારીઓની માહિતી મેળવશે.

કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારીઓમાં (Election Commission) લાગેલી છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે ગુરુવારે જણાવ્યું હતું કે પાર્ટીની સ્ક્રીનિંગ કમિટીએ અત્યાર સુધીમાં લગભગ 170 વિધાનસભા બેઠકો પર ટિકિટ વહેંચણી અંગે ચર્ચા કરી છે અને આ બેઠકો માટેના ઉમેદવારોના નામ પર નેતાઓ વચ્ચે સહમતિ છે.

Gujarat/ PM મોદીએ ઓસ્ટ્રેલિયા સાથે મિત્રતાની એવી ગાથા રચી કે ચીનને મરચા લાગ્યા

Manish Sisodia Arrest/ તિહાર જેલમાં 8 કલાકની પૂછપરછ બાદ EDએ કરી મનીષ સિસોદિયાની ધરપકડ