Sabarkantha News/ સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આઇસરમાં આગ લાગતા વાહનચાલક ભડથુ થયો

સાબરકાંઠાના આઇસરમાં અજાણ્યા વાહન સાથે આઈસરની ટક્કર થતાં વાહનચાલક ફસાઈ ગયો હતો. તેમજ એકાએક આગ ફાટી નીકળતાં ચાલક જીવતો ભુંજાયો……….

Top Stories Gujarat Breaking News

Sabarkantha News: પ્રાંતિજના મજરા પાસે અમદાવાદથી હિંમતનગર જઈ રહેલી આઇસરમાં આગ લાગતા વાહનચાલક ભડથું થયો છે. અજાણ્યા વાહન સાથે ટક્કર બાદ આઇસરમાં આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠાના આઇસરમાં અજાણ્યા વાહન સાથે આઈસરની ટક્કર થતાં વાહનચાલક ફસાઈ ગયો હતો. તેમજ એકાએક આગ ફાટી નીકળતાં ચાલક જીવતો ભુંજાયો છે. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થયો છે. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

પોલીસ આ ઘટનાની સમગ્ર વિગત મેળવી રહી છે. FSLની ટીમ આગ કેવી રીતે લાગી તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ…

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સુરતના યુવાનના પરિવારને અપાશે કરોડોનું વળતર

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી તબીબ ઝડપાયો, બાવળા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો