Ahmedabad News/ અમદાવાદમાં નકલી તબીબ ઝડપાયો, બાવળા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી તબીબ ઝડપાયો હતો. સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતા તબીબને……..

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 07 11T100815.089 અમદાવાદમાં નકલી તબીબ ઝડપાયો, બાવળા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો

Ahmedabad News: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી તબીબ ઝડપાયો હતો. સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતા તબીબને વીડિયો વાઈરલ થતા સમગ્ર હકીકત જાણવા સરકારે તપાસ શરૂ કરી હતી. વાઈરલ વીડિયોના આધારે તપાસ ટીમો દ્વારા દરોડો પાડી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વાયરલ વીડિયો મળ્યો હતો. જેમાં મૃત છોકરીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીને કોઈ બીમારીને લઈ બાવળા ખાતે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરી હતી. સારવાર દરમિયાન દીકરીનું રાત્રે મૃત્યુ થયું હતું. વાયરલ વીડિયોમાં પરિવારજનોનું કહેવું છે કે, દીકરી સવારે સારી હતી. ડોક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ અપાયો ન હતો. હોસ્પિટલે 1.50 લાખ રૂપિયા સારવારની ફી કહી હતી. અંતે પરિવાર ફી ભરવામાં સક્ષમ ન હોઈ તબીબે દર્દીના પરિવારજનોને સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ રાત્રે છોકરીનું મૃત્યુ નીપજ્યું હતું.

સારવાર દરમિયાન બાળકીનું મોત થયાનો વીડિયો વાઈરલ થયો હતો

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલમાં ડોક્ટર મેહુલ ચાવડા હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. પોલીસે હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા અંગે પૂછ્યું તો કહ્યું કે મેહુલ ચાવડા કોણ છે તેની ખબર નથી. દર્દીની ફાઈલ ઉપર પણ ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું.

આટલી મોટી બેદરકારી સામે આવતા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે અનન્યા મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દર્દીના રેકોર્ડની તપાસ પણ કરી હતી. બાદમાં હોસ્પિટલને સીલ કરી જવાદાર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ…

આ પણ વાંચો: દ્વારકામાં એક જ પરિવારના ચાર જણાના સામુહિક આપઘાતથી ચકચાર

આ પણ વાંચો: વર્ષો પહેલા સિધ્ધપુરની હાલની જામા મસ્જિદની જગ્યા પર ‘રૂદ્દ મહાલય ‘ નામનું હિન્દુ મંદિર હતું