Surat News : સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લીંબાયત બાદસચિન વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. જેમાં સચિન વિસ્તારમાં એક યુવકની ચાકૂના ઘા મારીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામાન્ય બાબતે આ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. સચિન ખાતે થયેલી આ હત્યામાં મૃતકનું નામ વીપિંગ્સીંગ કુમાર હોવાનું તથા તે સચિન ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું.
તપાસમાં મોબાઈલની માથાકૂટમાં મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ગંભીરપણે ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આમ સુરત શહેરમાં થોડા સમયમાં જ હત્યાનો બીજો બનાવ બનતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી હોય તેવું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો : Privacy/ આધારની જાણકારી વ્યક્તિગત, લગ્ન ગોપનીયતાના અધિકાર પર અસર કરતા નથી
આ પણ વાંચો : Digital Payment/ ડિજિટલ પેમેન્ટમાં થશે મોટો ફેરફાર, પૈસા મોકલવામાં 4 કલાકનો વિલંબ થશે
આ પણ વાંચો : સુરત/ ચીનમાં ફેલાયેલ “રહસ્યમયી બિમારી”ને લઈ રાજ્ય સરકાર એલર્ટ, જાણો શું આપ્યા આદેશ

