Not Set/ સુરત : 50 વર્ષના આધેડે 5 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ

સુરત રાજ્યમાં નાની માસુમ બાળકીઓ પર દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.સુરતમાં 50 વર્ષના આધેડે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.સુરતની ખટોદરા પોલિસે ત્રણ સંતાનાનો પિતા એવા આ આરોપીને રેપના ગુના હેઠળ ધરપકડ કરી છે. ચાર દિવસ પહેલાના આ બનાવમાં સુરતના ખડોદરા વિસ્તારમાં ભટાર રોડ પર રહેતી આ બાળકી રમતી […]

Top Stories Gujarat Surat

સુરત

રાજ્યમાં નાની માસુમ બાળકીઓ પર દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.સુરતમાં 50 વર્ષના આધેડે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.સુરતની ખટોદરા પોલિસે ત્રણ સંતાનાનો પિતા એવા આ આરોપીને રેપના ગુના હેઠળ ધરપકડ કરી છે.

ચાર દિવસ પહેલાના આ બનાવમાં સુરતના ખડોદરા વિસ્તારમાં ભટાર રોડ પર રહેતી આ બાળકી રમતી હતી ત્યારે અશોક બહેરા નામની વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને હિતકારૂ કૃત્ય આચર્યું હતું.જોવાની વાત તો એ હતી કે અશોકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા પછી ધમકીઓ પણ આપી હતી. આરોપીએ બાળકીને આ વાત કોઈને કહેશે તો માર મારવાની પણ ધમકી આપી હતી.

અશોકની ધમકીથી ડરી જઇને બાળકીએ તેના પરિવારજનોને આ વાત કરી નહોતી પરંતું તેને ગુપ્ત ભાગે દુખાવો થતાં આની જાણ તેના પરિવારને થઇ હતી. બાળકીને પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થતા માતા તબીબ પાસે લઇ ગઇ હતી. જેમાં તપાસ કરાવતા દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ખટોદરા પોલીસે 50 વર્ષના આધેડની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી ત્રણ સંતાનોનો પિતા છે.