દેશનાં 154 જાણીતા લોકોએ સીએએ (નાગરિકતા સુધારો અધિનિયમ), એનઆરસી (રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર) અને એનપીઆર (રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર) નાં સમર્થનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. જેમા પૂર્વ ન્યાયાધીશ, ભૂતપૂર્વ અમલદારો, સશસ્ત્ર દળોનાં ભૂતપૂર્વ અધિકારીઓ અને શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. તેમણે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર કહ્યું હતું કે આ નકારાત્મક ષડયંત્ર હેઠળ ‘ખોટા અને નિહિત હિત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે જે લોકો મુશ્કેલી ઉભી કરે છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા પત્રમાં, આ મહાનુભાવોનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારે પ્રદર્શનો પર ગંભીર ધ્યાન આપવું જોઈએ, અને લોકશાહી સંસ્થાઓને બચાવવા અનુરોધ કર્યો હતો. તેમની સામે કાર્યવાહી કરવાની માંગ પણ તેમણે કરી છે, જેઓ આવા અભિયાનો પાછળ છે. આ 154 મહાનુભાવોમાં 44 પૂર્વ ન્યાયાધીશો, 24 સેવાનિવૃત્ત આઈએએસ અધિકારીઓ, 11 ભૂતપૂર્વ ભારતીય વિદેશી સેવા અધિકારીઓ, 16 નિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારીઓ અને 18 ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલનો સમાવેશ થાય છે. તેઓએ કહ્યું છે કે ‘ડર’ આખા ભારતમાં ફેલાઈ રહ્યો છે. તે ‘સ્વાર્થથી ભરેલ’ છે અને ‘રાષ્ટ્રને નુકસાન પહોંચાડવાનું નકારાત્મક કાવતરું’ છે.
પત્રમાં જણાવાયું છે કે ‘ભારત સરકારની નીતિઓનો આ પ્રદર્શનોમાં સ્પષ્ટ વિરોધ કરવામાં આવે છે, જ્યારે તેમનો હેતુ આ દેશનાં વાતાવરણને બગાડવાનો અને દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનો છે’. પત્રમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેમને લાગે છે કે જે ગડબડ કરવામાં આવી રહી છે તેના બાહ્ય પરિમાણો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
