Not Set/ આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર કાર અને બસનો ભયાનક અકસ્માત, ફોર્ચુનરમાં સવાર પાંચ લોકોનાં મોત

ઉત્તર પ્રદેશનાં કાનપુર જિલ્લાનાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર સોમવારે મોડી રાત્રે એક દુખદ અકસ્માત સર્જાયો હતો. અહીં અનિયંત્રિત ઝડપી ગતિએ વોલ્વો બસે ડિવાઇડરને પાર કરી બીજી તરફથી આવતી ફોર્ચ્યુનરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર સવાર પાંચ લોકો સાથે બસ ડ્રાઈવરનું પણ સ્થળ […]

Top Stories India

ઉત્તર પ્રદેશનાં કાનપુર જિલ્લાનાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર સોમવારે મોડી રાત્રે એક દુખદ અકસ્માત સર્જાયો હતો. અહીં અનિયંત્રિત ઝડપી ગતિએ વોલ્વો બસે ડિવાઇડરને પાર કરી બીજી તરફથી આવતી ફોર્ચ્યુનરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર સવાર પાંચ લોકો સાથે બસ ડ્રાઈવરનું પણ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બસમાં સવાર ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસે રાહત કામગીરી શરૂ કરી દીધી છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ હજી થઈ નથી.

મળતી માહિતી મુજબ કાનપુરનાં બિલ્હારમાં સ્થિત મકનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર આ અકસ્માત થયો હતો. જણાવી દઇએ કે, બિહારનાં રાજ્ય માર્ગ પરિવહન નિગમની વોલ્વો બસ બિહારનાં મુઝફ્ફરપુરથી આગ્રાનાં 40 મુસાફરો સાથે જઈ રહી હતી. તે જ સમયે લખનઉથી એક હાઇ સ્પીડ એસયુવી કાર દિલ્હી તરફ જઇ રહી હતી. સોમવારે બપોરે 12: 45 વાગ્યે, અચાનક રોડવેઝ બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને બીજી લેન પર ચાલી ગઇ હતી અને કારને ટક્કર મારી હતી અને રેલિંગ તોડી પુલ પરથી નીચે પડી ગઇ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. આ અકસ્માતમાં કુલ 6 લોકોની ઘટનાસ્થળ પર જ મોત થઇ હતી.

માહિતી આપતા મકરદપુર પોલીસ સ્ટેશનનાં પ્રભારી જનાર્દન પ્રતાપસિંહે જણાવ્યું કે, ફોર્ચ્યુનર કાર દિલ્હીની રહેવાસી સુનિતા સિંહનાં નામે નોંધાયેલ છે. ફોર્ચ્યુનરમાં સવાર પાંચ વ્યક્તિ લખનઉથી આગ્રા તરફ જઇ રહ્યા હતા, જ્યારે વોલ્વો બસ આગ્રાથી બિહાર તરફ જઇ રહી હતી. મુસાફરોનાં જણાવ્યા મુજબ ડ્રાઈવરેને ઉંગ આવતી હોવાના કારણે તેની આંખો અચાનક બંધ થઇ ગઇ હતી અને અચાનક બસ બેકાબૂ ડિવાઈડરને પાર કરી બીજી લેન તરફ ચાલી ગઈ. મુસાફરોએ બુમો પાડી ત્યારે ડ્રાઈવરે બસને ફેરવી અને ત્યારે બસ આગળ આવી રહેલી ફોર્ચ્યુનર સાથે તેની ટક્કર થઇ ગઇ હતી. આ પછી બસ ચાલકે પણ કાબૂ ગુમાવ્યો હતો અને બસ એક્સપ્રેસ વે નું બેરીકેડીંગ તોડીને સર્વિસ લેન તરફ ચાલી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.