Vadodara News: વડોદરા શહેર (Vadodara City)માં આવેલ ઐતિહાસિક સયાજીરાવ ગાયકવાડ ચાર દરવાજા વિસ્તારના બાજ્વાડા, નરસિંહજી પોળ, ઘડિયાળી પોળ, દલાપટેલની પોળ, જગમાલની પોળ, ચીકનિયા શેરી, શામળ બેચરની પોળ સહિત અનેક વિસ્તારોના લોકો મકાન વેચી બહાર રહેવા જવા મજબૂર બન્યા છે. વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓના પાપે અને રહેણાંક વિસ્તારમાંથી કેટલીક ગેરકાયદેસર દુકાનો અને ગોડાઉનના કારણે લોકોને પડી રહેલ પાર્કિંગ સમસ્યાના કારણે સાત સાત પેઢીથી રહેતા લોકો ઐતિહાસિક વિસ્તાર છોડી બહાર રહેવા જવા મજબૂર બન્યા છે.
વડોદરા શહેરમાં ટાઉન પ્લાનિંગ (Town planning) વિભાગના પાપે રહેણાંક વિસ્તાર ધંધાદારી બન્યો છે. સયાજીરાવ ગાયકવાડનો હેરિટેજ રહેણાંક વિસ્તાર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના પાપે દુકાનો અને ગોડાઉન બની ગયા છે. ટાઉન પ્લાનિંગ વિભાગની મંજૂરી વગર દુકાનો બની ગઈ છતાં અધિકારી કુંભકર્ણ નિંદ્રામાં હોવાનું દેખાઈ રહ્યું છે. રહેણાંક વિસ્તાર કોમર્શિયલ થતાં નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
પોળમાં ફાયરવિભાગની ગાડી કે એમ્બ્યુલન્સ આવવી પણ મુશ્કેલ બની ગઈ છે. ચાર દરવાજા વિસ્તારમાં થયેલા ગોડાઉન અને દુકાનોના કારણે સાત પેઢીથી રહેતા લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. ટાઉન પ્લાનિંગ વિભાગના અધ્યક્ષ રહેણાંક વિસ્તારમાં દુકાનો ન બનાવવાની અપીલ કરી છે. તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી.
આ પણ વાંચો:વડોદરામાં પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું
આ પણ વાંચો:આતંકવાદનો સામનો કરવા ‘ઓપરેશન સિંદૂર’ નવો વૈશ્વિક માપદંડ: વડોદરાના MP હેમાંગ જોષી
આ પણ વાંચો:વડોદરા મનપાની 84 કરોડની જમીન પર ક્રિકેટર યુસુફ પઠાણનું દબાણ!
