Lifestyle/ હવે સ્કૂલ કે ઑફિસ માટે નવી વૉટર બોટલ ખરીદવાની જરાય જરુર નહિ પડે, બોટલમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા કરો આ ઉપાય!

એવામાં તમારી પાણીની બોટલમાંથી જો દુર્ગંધ આવવા લાગે તેવા સંજોગોમાં તમારી અકળામણનો પાર રહેતો નથી. આવી ગંદી વાસને જો તમે દૂર કરવા માગો છો તો આ ટ્રિક તમારા હાથવગી જ છે!

Tips & Tricks Health & Fitness Trending Lifestyle Uncategorized

lifestyle: ચોમાસા દરમિયાન, સાફ-સફાઇનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. એની અવગણના કરવાથી તમે બીમાર પડી શકો છો. એવામાં તમારી પાણીની બોટલમાંથી જો દુર્ગંધ આવવા લાગે તેવા સંજોગોમાં તમારી અકળામણનો પાર રહેતો નથી. આવી ગંદી વાસને જો તમે દૂર કરવા માગો છો તો આ ટ્રિક તમારા હાથવગી જ છે!

પાણીની બોટલને સાફ કરવાની રીત

ચોમાસાની ઋતુમાં હાઇજીન મેન્ટેઇન કરવાની ખૂબ જરુર પડે છે. કારણ કે, સ્વચ્છતાની કાળજી લેવામાં ના આવે તો, આ ઋતુમાં માંદા પડવાની સંભાવનાઓ અનેકગણી વધારે હોય છે. વૉટર બોટલનો વપરાશ તો લગભગ બધા જ લોકો કરતા હોય છે. ઘરેથી નીકળતી વખતે, પછી એ સ્કૂલ હોય કે ઑફિસ, તમામ સ્થળે લોકો એને સાથે લઇ જવાનું પસંદ કરે છે.

વળી બધા લોકોના ફ્રિઝમાં પાણીથી ભરેલી બોટલો પણ હંમેશાં મૂકી રાખવામાં આવે છે. આવી તમામ બોટલોને સાફ રાખવી અત્યંત જરુરી છે. ઘણી વખત, સફાઇ ન થવાથી બોટલોમાંથી ગંદી વાસ આવવા લાગે છે. આ દુર્ગંધ આસાનીથી દૂર થઇ જાય, એ માટે અમે તમને એક સરળ ઉપાય દર્શાવી રહ્યાં છીએ, જેનાથી તમારી પાણીની બોટલ સ્વચ્છ પણ થઇ જશે અને એમાંથી આવતી ખરાબ વાસ પણ ચપટી વગાડતાવેંત દૂર થઇ જશે.

બોટલની સફાઇ માટે આ વસ્તુઓની પડશે જરુર

ડિશ વૉશિંગ લિક્વિડ
પોચું સ્પૉન્જ/ બોટલ બ્રશ
સુતરાઉ કપડું/પેપર ટૉવેલ
ગરમ પાણી

પાણીની બોટલને અંદરથી સાફ કરવાની પદ્ધતિ

કેટલીય વખત તમે અનુભવ્યું હશે કે, બોટલમાં ચા, છાશ કે કોઇ સૉફ્ટ ડ્રિન્ક રાખવાથી તેમાંથી વિચિત્ર વાસ આવવા લાગે છે. વળી, લાંબા સમય સુધી સફાઇ કરવામાં ન આવે તો, વિશેષ કરીને ચોમાસાની ઋતુમાં, પાણીની બોટલોમાંથી પણ દુર્ગંધ આવે છે. આ દુર્ગંધને દૂર કરવા માટે સૌપ્રથમ બોટલને અંદરથી વીંછળીને સાદા પાણીથી ધોઇ લેવી. હવે એમાં ડિશ વૉશિંગ લિક્વિડના 2 થી 3 ટીપાં નાખવા, ત્યારબાદ બ્રશ વડે બરાબર સાફ કરવી. એનું ઢાંકણું સાફ કરવાનું ભૂલવું નહિં. થોડી વાર આ મિશ્રણને બોટલમાં જ રહેવા દેવું, પછી સ્વચ્છ પાણીથી ધોઇને સૂકવવા માટે બોટલને ઊંધી કરીને ખુલ્લી હવામાં રાખી મૂકવી.

બોટલમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે કરો આ ઉપાય

પાણીની બોટલમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે તમારે બેકિંગ સોડા, સિરકો (વિનેગર) અથવા લીંબુનો રસ- આટલી વસ્તુઓની જરુર પડશે. સૌપ્રથમ બોટલમાં એકથી બે ચમચી બેકિંગ સોડા નાખો. પછી એક ચમચી સિરકો અથવા લીંબુનો રસ નાખી દો. ત્યારબાદ બોટલને હલાવો જેથી એમાં ફીણ થઇ જાય. હવે એને બ્રશ વડે બરાબર સાફ કરી લો. છેલ્લે, સ્વચ્છ પાણીથી ધોઇને સૂકાવા માટે હવામાં રાખો. આ પ્રમાણે કરવાથી એની અંદરની દુર્ગંધ ગાયબ થઇ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.

આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે