Gujarat News/ નેશનલ હાઈવે પર લીંબડી પાસે ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત : ટેમ્પો ટ્રાવેલ્સ અને ડમ્પરનો ગમખ્વાર અકસ્માત,10 ઘાયલ

અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે

Top Stories Gujarat Breaking News

Gujarat News : નેશનલ હાઈવે પર લીંબડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ જણાએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 10 જમા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ તરફ જતી મીની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 મુસાફરોના કરુણ મોત નિપજ્યા છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. મીની બસમાં સવાર અન્ય 10 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી! રાજકોટ પોલીસનું ધ્યાન દોરતા દીકરીઓને સાસરે વળાવી

આ પણ વાંચો: રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર, પોલીસે લીધી જવાબદારી

આ પણ વાંચો: રાજકોટમાં બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી, 4 સામે વોરંટ ઈશ્યૂ