MANTAVYA Vishesh/ વાઘોડિયામાં ભાજપના નેતાનું કરોડોના કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સનું કૌભાંડ

વાઘોડિયામાં ભાજપના આગેવાન નિલેશ પુરાણીએ બાંધેલા કરોડો રૂપિયાનું કોમર્સિયલ કોમ્પ્લેસ કલ્પચંદ્ર આઇકોન વિવાદમાં સપડાયેલું છે. આ બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે.

Mantavya Vishesh Trending

વાઘોડિયામાં ભાજપના આગેવાન નિલેશ પુરાણીએ બાંધેલા કરોડો રૂપિયાનું કોમર્સિયલ કોમ્પ્લેસ કલ્પચંદ્ર આઇકોન વિવાદમાં સપડાયેલું છે. આ બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર કૃણાલ મહેતાએ આક્ષેપ કર્યો છે કે વડોદરાના જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણીએ વાઘોડિયામાં આ આખુ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર રીતે બાંધ્યું છે. તેમણે સત્તાની રૂએ ગેરકાયદેસરનું બાંધકામ કર્યુ હોવાનું તેમણે જણાવ્યું છે.

કૃણાલ મહેતાએ જણાવ્યું હતું કે આ જમીન ‘બી 6 વાળી’ ભાડાપટ્ટાની જમીન છે. તે વેચાણ કે ભાડૂઆતને ભાડે આપી શકાય નહીં. સક્ષમ અધિકારીની પરવાનગી વગર વેચામ રાખીને કલ્પચંદ્ર આઇકોન બાંધવા નિલેશ પુરાણીએ ખોટી રજાચિઠ્ઠીથી પરમિશન મેળવી લીધી હતી. પ્રાંત અધિકારીએ પણ આ ‘બી 6 વાળી’ જમીનને શ્રીસરકાર ઠેરવીને તેમની અરજી પણ નામંજૂર કરી હતી. આ બાબત તેનો પુરાવો છે કે તેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યુ હતું.  કૃણાલ મહેતાએ આ કૌભાંડ 20 કરોડ રૂપિયાનું હોવાનો આક્ષેપ કર્યો હતો.

ડોક્ટર શૈલેષ શાહે જ સામાજિક કાર્યકર કૃણાલ મહેતાના આરોપમાં સુર પુરાવીને જણાવ્યું હતું કે વડોદરાના વાઘોડિયામાં 2021માં સરકારી સરવે નંબર 529માં આવેલી જમીન જેનો સત્તાપ્રકાર ‘બી6’ છે, તે જમીન પર કોઈપણ પ્રકારની સરકારી સક્ષમ અધિકારીની પરવાનગી વગર નિલેશભાઈ પુરાણી અને તેમના પત્ની ભાવનાબેન નિલેશભાઈ પુરાણી દ્વારા 2021માં દસ્તાવેજ કરી લેવામાં આવ્યો હતો, સામાન્ય રીતે સત્તાપ્રકાર ‘બી6’ વાળી જમીનમાં કોઈ ફેરફાર કરીને માલિક થઈ શકતો નથી, પરંતુ અહીં નિલેશ પુરાણીએ તંત્ર સાથે મિલીભગત કરીને પત્નીના નામે સંયુક્ત રીતે આ જમીન ખરીદી લેવાઈ છે, આ ઉપરાંત વડોદરામાં ગ્રાન પંચાયત હતી તે સમયનો દસ્તાવેજ કરાયો છે. ફક્ત સાત જ દિવસમાં તલાટી સાથે મિલીભગત કરીને તેની રજાચિઠ્ઠી બનાવી દેવામાં આવી હતી, આ રજાચિઠ્ઠી મેળવતા પહેલા કાયદેસર પ્રોપર્ટી કાર્ડમાં માલિકોના નામ હોવા જરૂરી હોય છે, પરંતુ નિલેશભાઈ પુરાણીએ ક્યાંક વ્યવહારો કરીને પોતાનું કોમ્પ્લેક્સ ઊભુ કરવા સરકારી જમીન પચાવી પાડવાના ઇરાદાથી પોતાની સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરીને કૌભાંડ આચર્યુ છે.

હવે તે આ ગેરકાયદે ઊભા કરેલા કોમ્પલેક્સની 40 દુકાનો ઊભી કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીએ હુકમ કરીને 529 સરવે નંબર સત્તા પ્રકાર ‘બી6’ વાળી જમીન સરકારી હોવાનું ઠેરવ્યું છે અને અરજી નામંજૂર કરી સરકાર તરફથી હુકમ કરવામાં આવ્યો છે. આ સમયે હવે મહત્વનો સવાલ એ છે કે કોમ્પ્લેક્સનું દબાણ દૂર થશે કે જે લોકોએ દુકાનો વેચાણ રાખી છે એવા લોકોના જે નાણાકીય વ્યવહારો થયા છે તેનું શું થશે તે બાબત આખા વાઘોડિયામાં ચર્ચાનો વિષય બની છે.

આ અંગે વાઘોડિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ લક્ષ્મીબેને જણાવ્યું હતું કે કલ્પચંદ્ર આઇકોન કોમ્પલેક્સ જેનો ઠરાવ અને રજાચિઠ્ઠી કરીને આપવામાં આવી છે તેમા મારી સહી નથી. તેમનું કહેવું હતું કે આ આખી મેટર પંચાયતના એકમમાં પણ કોઈએ મૂકી નથી પંચાયતમાં કુલ 18 સભ્યો હતા. તેની બેઠકમાં પણ આ બાબત હાથ પર આવી નથી. તેમણે જણાવ્યું હતું કે અમે આ પ્રકારના દસ્તાવેજ માટે કોઈ ઠરાવ પણ કર્યો નથી. મેં કોઈ સહી પણ કરી નથી. તેમણે દાવો કર્યો હતો કે મારા લેટરપેડ નિલેશભાઈ પુરાણી રાખતા હતા. હવે તેમણે શું કર્યું હોય અને શેનું કૌભાંડ આચર્યુ હોય તેની મને કોઈ જ ખબર નથી. આ 529 સરવેની નંબરની જમીનનો ક્યારેય સોદો થયો અને હું ગ્રામ પંચાયતમાં હતી તે દરમિયાન આનો ક્યારે દસ્તાવેજ થયો તેની કોઈ વિગત મારી જાણ પર આવી નથી. તેથી આ બાબતને લઈને મારી કોઈ જવાબદારી બનતી નથી અને હું આખા આ પ્રકરણમાં ક્યાંય સંકળાયેલી નથી.

ઉપરોક્ત આક્ષેપના જવાબમાં નિલેશ પુરાણીએ જણાવ્યું હતું કે સત્તા પર હોય તેના પર બધા જ પ્રકારના આક્ષેપો થતા હોય છે. તેમા કશું જ નવું નથી. તેને ધ્યાનમાં રાખીને અમે જમીનની આ પ્રક્રિયામાં બધી જ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું છે. અમે 2021માં જમીન ખરીદી હતી ત્યારે સત્તાપ્રકાર ‘બી’ની હતી. તેના પછી આ જમીન છેક 8 ફેબ્રુઆરી 2023માં રોજ સત્તાપ્રકાર ‘બી 6’ કરવામાં આવી છે. આના પગલે અમે એસડીએમની કોર્ટમાં અપીલ પણ દાખલ કરી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે અમને જે પણ અધિકાર મળ્યો તે આ મિલકતના દસ્તાવેજના આધારે મળ્યો હતો અને અમે તેના આધારે કામ કર્યુ હતું. હવે આ સંજોગોમાં હાલમાં ફક્ત નાયબ કલેક્ટરે અમારી અરજી નામંજૂર કરી છે, તેની સામે હવે કલેક્ટરમાં જઈશું. બસ આટલું જ બાકી છે. જો કોઈને પણ લાગતું હોય કે જમીનનો અમે દસ્તાવેજ ખોટી રીતે બનાવ્યો છે તો તે અમને કાયદેસર રીતે પડકારી શકે છે. ખાલી-ખાલી આક્ષેપો ગમે તેની સામે કરી શકાય. હું પોતે પણ રાજકીય વ્યક્તિ છું એટલે જાણું છે કે આક્ષેપો ગમે તેની સામે કરી શકાય છે. તેમનો જો તેમના આક્ષેપોમાં વિશ્વાસ હોય તો તે કોર્ટના દરવાજા ખખડાવે. હું પોતે મારા પરના આક્ષેપોનો સામનો કરવા તૈયાર છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરખેજ ભારતી આશ્રમના વિવાદ કેસમાં વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતી તથા ઋષિભારતીને હાંકી કઢાયા

આ પણ વાંચો:સંત સંમેલનમાં એક જ અવાજઃ સનાતન પર પ્રહાર સાંખી નહી લેવાય

આ પણ વાંચો:ઋષિ ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક