જૂનાગઢઃ આજે જૂનાગઢમાં ભવનાથમાં ગોરક્ષનાથ ખાતે સંત સંમેલનનું Sanatan dharm આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ પર વિવિધ મોરચે થતાં પ્રહારો સામે વળતી લડત આપવા વિચારણા કરવામાં આવી છે. આ બેઠકમાં ગુજરાતભરના સંતો અને મહંતોની હાજરી રહી હતી. ગુજરાતના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની આગેવાની હેઠળ આ બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ-અલગ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. સંમેલનમાં આવેલા સોથી વધારે સંતોએ જણાવ્યું હતું કે હિંદુ દેવી દેવતાઓનું અપમાન નહીં સાંખી લેવાય. સનાતન પરના હુમલાને નહીં સાંખી લેવાય.
જૂનાગઢમાં યોજાયેલા આ સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિની રચના Sanatan dharm કરવામાં આવી છે. તેના અધ્યક્ષ તરીકે ચાપરડા બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુને બનાવવામાં આવ્યા છે. દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. જગતગુરુ શંકરાચાર્ય તમામ સમિતિના અધ્યક્ષ રહેશે.
સંત સંમેલનમાં નિજાનંદ સ્વામી મહારાજે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના પગલાએ હિંદુ સમાજને જાગ્રત કર્યો છે, પણ હવે જાગૃત થયેલા હિંદુ સમાજની જો તે બહુ પરીક્ષા કરવા જશે તો તે આકરી પડી શકે છે. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયે હવે બીજાના સંપ્રદાય વિશે આડીઅવળી વાતો કરવાની બંધ કરવી જોઈએ.
આ ઉપરાંત અન્ય ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે પણ જણાવ્યું હતું કે Sanatan dharm સ્વામિનારાયણના સંતો જે વાણીવિલાસ કરી રહ્યા છે તે તેમના પુસ્તકોના આધારે કરી રહ્યા છે. તેમનો આ વાણીવિલાસ બંધ કરવાની વ્યવસ્થા નક્કી કરવામાં આવશે. કોઈ એક સંપ્રદાય દ્વારા સનાતન ધર્મ અંગે ગમે તેમ બોલવામાં આવે તે નહીં સ્વીકારવામાં આવે.
ભારતીય આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ જણાવ્યું હતું કે ભીંતચિત્રો દૂર કરવા તે અમારી 11 માંગમાની એક છે. હજી કાયમી ઉકેલ લાવવાનો બાકી છે. સનાતન ધર્મના દેવીદેવતાઓને નીચા દેખાડવાનો સ્વામિનારાયમ સંપ્રદાયમાં જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને દૂર કરવો જરૂરી છે. તેમના પુસ્તકોમાંથી પણ દેવીદેવતાઓ અંગેની વાતો દૂર કરવામાં આવે તેવી માંગ છે.
આ બેઠકમાં સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, સત્ય સંશોધન સમિતિ Sanatan dharm રચવામાં આવી છે. મીડિયા પ્રવક્તાની નિમણૂક કરવામાં આવશે. તેની સાથે કાયદાકીય સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મ અંગે વારંવાર થતી વિવાદાસ્પદ ટિપ્પણીના લીધે સંતોમાં નારાજગી છે. આ સંમેલનમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં તાલુકા કક્ષાએ સમિતિ રચવાનું નક્કી થયું છે. આ ઉપરાંત ભવિષ્યમાં સનાતન ધર્મ પર પ્રહારો ન થાય અને પ્રહારો થાય તો તેનો વળતો જવાબ શું આપવો તેના પર વિચાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદ/SG હાઈવે પર કારના શો-રૂમમાં લાગી આગ, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે
આ પણ વાંચોઃ રખડતા ઢોરનો ત્રાસ/મહુવામાં આધેડને ઢોરે અડફેટે લેતાં મોત, તંત્ર સામે રોષ
આ પણ વાંચોઃ Ganapati Bappa/સુરતમાં લોકોની મનોકામનાપૂર્ણ કરતા ગણપતિ બાપ્પા
આ પણ વાંચોઃ Gujarat Rains/આજથી વરસાદનું જોર ઘટશે, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજી પણ ખાધ
આ પણ વાંચોઃ સંત સંમેલન/સનાતન ધર્મ પર થતા પ્રહારો સામે લડત આપવા માટે જૂનાગઢમાં આવતીકાલે સંત સંમેલનનું આયોજન
