MANTAVYA Vishesh/ સ્વચ્છ અને પારદર્શક વહીવટને મુદ્રાલેખ માને છે IAS મમતા વર્મા

ગુજરાત કેડર IAS મમતા વર્માએ અમેરિકામાં MPA કર્યા પછી ભારત ફરી આવી. ઇન્ડસ્ટ્રી-માઇનિંગમાં પ્રિન્સિપલ સેક્રેટરી બની, પેટ્રોકેમિકલ્સ હબ બનાવ્યો, MSMEને કોરોનામાં રાહત આપી. વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા!

Mantavya Vishesh
IAS મમતા વર્મા

IAS Mamta Verma: અમેરિકા ભણવા જાય અને ત્યાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા પછી કોઈ ભારત પરત આવે, સ્વાભાવિક જવાબ છે ના આવે, પણ ગુજરાત કેડરના IAS મમતા વર્મા અલગ જ માટીના બનેલા છે. 1972માં જન્મેલા મમતા વર્માએ અમેરિકામાં હમ્ફ્રી સ્કૂલ ઓફ પબ્લિક અફેર્સમાં માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (M.P.A)ની ડિગ્રી મેળવી હતી. આ ડિગ્રી મેળવ્યા પછી તે અમેરિકામાં સ્થાયી થયા ન હતા, તેમણે કંઇક બીજું જ વિચાર્યુ હતુ. પોતાના જ્ઞાનનો લાભ ભારતના ઉત્કર્ષના ઉપયોગમાં લેવાય તે માટે ભારત આવ્યા હતા. તેમણે 1996માં યુપીએસસી પરીક્ષા પસાર કરી હતી અને તે ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર બન્યા હતા.

23 વર્ષે UPSC ક્રેક: મમતા વર્માની અદ્ભુત સફર
મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવનારા મમતા વર્માને માનવ વર્તણૂક અને સામાજિક વિકાસમાં વધુ રૂચિ છે. તેમણે 1995માં ફક્ત 23 વર્ષની વયે જ યુપીએસસીની પરીક્ષા પસાર કરી હતી. તેના પછી તેઓ 1996માં ગુજરાત કેડરની બેચના અધિકારી બન્યા હતા. તે ફક્ત 24 વર્ષની નાની વયે સૌથી યુવા આઇએએસ ઓફિસર બન્યા હતા. સ્વચ્છ અને પારદર્શક વહીવટને તે મુદ્રાલેખ માને છે. આના વગર પ્રજાની સેવા થઈ ન શકે તેમ તેમનું સ્પષ્ટ માનવું છે.

ઇન્ડસ્ટ્રી-માઇનિંગ વિભાગની સફળ મહિલા અધિકારી મમતા વર્મા
આજે ગુજરાત સરકારમાં ઇન્ડસ્ટ્રીઝ, માઇનિંગ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી કામગીરી સફળતાપૂર્વક બજાવી રહ્યા છે. તેમણે 1998ની બેચના ગુજરાત કેડરના જ આઇએએસ ઓફિસર સંજીવ કુમાર સાથે લગ્ન કર્યા છે. આ આઇએએસ દંપતી ગુજરાતના બહુમાન્ય આઇએએસ દંપતીમાં એક ગણવામાં આવે છે. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે મમતા વર્માએ આ સિદ્ધિ ત્યારે મેળવી હતી. જ્યારે રાષ્ટ્રીય સ્તરે સ્ત્રી શિક્ષણની સરેરાશ 50 ટકા પણ ન હતી. તેથી એક મહિલા અધિકારી તરીકે તેમણે સરકારી સર્વિસમાં બીજા અધિકારીઓથી લઈને વિભાગો સુધી કામ પાર પાડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવાનો આવ્યો હતો.

આઇએએસ ઓફિસર સંજીવ કુમાર
IAS ઓફિસર સંજીવ કુમાર

મૃત વિભાગોમાં પ્રાણ ફૂંકનારા નીતિ નિર્માતા
આમ છતાં અહીં તેમને મનોવિજ્ઞાનનું ભણતર અહીં કામે લાગ્યું હતું. વિપરીત સ્થિત અને વિપરીત વાતાવરણ વચ્ચે પણ પડકારો ઝીલીને ગુજરાતના અનેક મૃતઃપ્રાય ગણાતા સરકારી વિભાગોમાં પ્રાણ ફૂંકવાનું અને તેને આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યુ છે. પેટ્રોકેમિકલ્સ વિભાગમાં તેમણે સૂચવેલી નીતિઓના કારણે આજે ગુજરાત પેટ્રોકેમિકલ્સ હબ ગણવામાં આવે છે. તેની સાથે માઇનિંગ ઉદ્યોગમાં તેમણે શરૂ કરેલી માઇનિંગ પોલિસીના કારણે સરકારને રોયલ્ટીના સ્વરૂપમાં નોંધપાત્ર આવક મળવા લાગી છે, જ્યાં એક સમયે કશું જ મળતું ન હતુ. સરકારી તિજોરીને ફટકો પહોંચાડતા ખનન માફિયાઓ સામેની તેમની કામગીરી પણ સર્વવિદિત છે.

IAS Mamta Varma
IAS Mamta Varma

વાઇબ્રન્ટ ગુજરાત સફળતા: ઉર્જા નીતિઓનું અસાધારણ યોગદાન
તેમણે દાહોદ, ડાંગ અને ભરૂચ જેવા આદિવાસી વિસ્તારોમાં સફળતાપૂર્વક કામ કર્યુ છે. તેમની કામગીરીના કારણે તંત્રને આદિવાસીઓને મુખ્યધારાની અંદર ભેળવવામાં મદદ મળી છે. ઉર્જા વિભાગમાં તેમની સફળ કામગીરીનો પુરાવો એ છે કે રાજ્યમાં છેલ્લી બે ચૂંટણી દરમિયાન કયારેય વીજ પુરવઠો ખોટકાયો ન હતો. આ ઉપરાંત રાજ્યમાં વીજપુરવઠાને અવિરત જારી રાખવાનું શ્રેય તેમની નીતિઓના શિરે જાય છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતની સફળતામાં પણ તેમણે ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરી છે.

Mamta Varma IAS
Mamta Varma IAS

MSME મસીહા: કોરોના કાળમાં વેરા રાહત અને લોન સહાય
રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે તો તે જાણે મસીહા બનીને આવ્યા છે. આર્થિક મંદીની સાથે કોરોના કાળ વખતે નાના ઉદ્યોગોને વિવિધ પ્રકારના સરકારી વેરામાં રાહત મળે અને તેમને જરૂરી નાણાકીય સહાય બેન્કોમાંથી સમયસર મળી રહે તેમા તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સરકારી અધિકારી હોદ્દાઓ માટે દોડ લગાવતા હોય છે, તેનાથી વિપરીત તેમણે જયારે પણ જ્યાં જે હોદ્દો મળ્યો તેને સારામાં સારી રીતે સંભાળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હિન્દી મીડિયમની સફળતાનું મૂર્તિમંત ઉદાહરણ IAS ડો. વિક્રાંત પાંડે

આ પણ વાંચો: ગુજરાતમાં સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમના પ્રણેતા છે IAS એમ. નાગરાજન

આ પણ વાંચો: ઉજ્જવળ પ્રજાકીય કામગીરી કરી સફળતાની સીડીઓ ચઢતા IAS બંછાનિધી પાની