MANTAVYA Vishesh/ મૃતદેહો બાળવાથી હવામાં પ્રદૂષણ થાય છે

સમાજવાદી પક્ષના સાંસદ આર કે ચૌધરીએ મૃતદેહો બાળવાના કારણે હવામાં પ્રદૂષણ થાય છે તેમ જણાવીને હોહા મચાવી દીધી છે. તેના કારણે શાસક પક્ષના હાથમાં તો દોડવું તું ને ઢાળ મળ્યો જેવી સ્થિતિ સર્જાઈ છે.

Mantavya Vishesh

દિલ્હીમાં હાલમાં હવાનું પ્રદૂષણ મોટો વિવાદ છે. તેને લઈને દિલ્હી-એનસીઆરની વર્તમાન રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે અને તે આ મોરચે કશું પણ કરવામાં નિષ્ફળ ગઈ હોવાના આરોપ મૂકવામાં આવી રહ્યા છે. તેના કારણે દિલ્હીવાસીઓનું જીવવું દૂભર બની ગયું હોવાનું કહેવાય છે. આજે સુપ્રીમ કોર્ટે પણ કહેવું પડ્યું છે કે પ્રદૂષણ અટકાવવા માટેના કેટલાક પ્રોટોકોલ છે, પરંતુ તેનો તંત્ર દ્વારા અમલ કરવામાં આવી રહ્યો નથી. તેની સાથે તેણે દિલ્હીના નવ ટોલ પ્લાઝા પરથી ટોલ લેવાનું પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

આ બધા વચ્ચે સમાજવાદી પક્ષના સાંસદ આર કે ચૌધરીએ મૃતદેહો બાળવાના કારણે હવામાં પ્રદૂષણ થાય છે તેમ જણાવીને હોહા મચાવી દીધી છે. તેના કારણે શાસક પક્ષના હાથમાં તો દોડવું તું ને ઢાળ મળ્યો જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે મૃતદેહો બાળવાથી લઈને હોલિકા દહન જેવા કાર્યક્રમોના કારણે પ્રદૂષણ વધે છે. આને લઈને ભાજપના સાંસંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ કિશોરે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વાસ્તવમાં સપા સાંસદે બીજું કશું નહીં પણ તેમનો ધર્મ બદલવાની જરૂર છે. તુષ્ટિકરણની લ્હાયમાં તેઓ એટલા અંધ થઈ ગયા છે કે તેમને પોતાના સમાજ, ધર્મ કે રીતરિવાજો અંગે પણ ભાન રહ્યુ લાગતું નથી. તેમને હિંદુ ધર્મ પ્રત્યે આટલું જ હોય તો બીજો ધર્મ અપનાવી લે.

લખનૌની જોડેના લોકસભા મતવિસ્તાર મોહનલાલ ગંજના સપા સાંસદ આર કે ચૌધરીએ જણાવ્યું હતું કે જ્યારે પણ મૃતદેહોને બાળવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોકસાઇડ અને મોનોકસાઇડ નીકળે છે. તે વાતાવરણમાં ઓક્સિજનને બાળી નાખે છે. આના કારણે હવામાં ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો થાય છે. તેમનો દાવો હતો કે આપણા દેશને પ્રદૂષણની જરા પણ ચિંતા નથી. ગમે તેટલું પ્રદૂષણ હોય આપણા દેશમાં લોકોને કોઈ વાંધો નથી. ઉદ્યોગોથી લઈને લોકો બેફામ પ્રદૂષણ કરે છે. સરકારી તંત્ર પણ તેમા પાછળ નથી એમ તેમણે જણાવ્યું હતું.

આપણા દેશમાં કેટલાય લોકો પ્રદૂષણની વાતને જ વધુ પડતી માને છે. તેમણે જણાવ્યું હતું કે હુ પોતે પર્યાવરણ મંત્રી રહી ચૂક્યો છું. તેથી હું દાવા સાથે જણાવી રહ્યો છું કે હાલમાં પર્યાવરણને જે રીતે હેન્ડલ કરવામાં આવી રહ્યુ છે તે પદ્ધતિ જ સદંતર ખોટી છે. તેમણે જણાવ્યું હતું કે દેશનું મૂળ ધ્યાન ઓક્સિજનનું ઉત્પાદન વધારવા અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્પાદન ઘટાડવા પર હોવું જોઈએ. પણ આ વાતને આ રીતે જોવામાં જ આવી રહી નથી. મોટાભાગની સ્વયંસેવી સંસ્થાઓ વૃક્ષરોપાણ અને વૃક્ષ ઉછેરને પ્રોત્સાહન આપે છે, પરંતુ આખા દેશમાં મૃતદેહને બાળવામાં આવે છે. આ બાળવામાં આવતો મૃતદેહ કાર્બન ડાયોકસાઇડને હવામાં છોડે છે તેને લઈને કશું થતું નથી.

આમ દિલ્હીના વાયુ પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોની પરાળી પછી હવે મૃતદેહોના અગ્નિ સંસ્કાર પણ એક મોટું કારણ છે. આવું જ હોલિકા દહન અંગે પણ કહી શકાય. આ દિવસે આખા દેશમાં લાકડા બાળવામાં આવે છે. તેનાથી પ્રદૂષણ થાય છે. આપણે જો આ પ્રકારના રિવાજોને તિલાંજલિ આપીએ તો પ્રદૂષણમાં ઘટાડો કરવામાં ખાસ્સી મદદ મળી શકે છે.

ગિરિરાજસિંહ કિશોરે આના જવાબમાં જણાવ્યું હતું કે સપાના આ સાંસદે પોતે તો સત્તા પર હતુ ત્યારે કશુ કર્યુ નથી અને હાલમાં જે કરી રહ્યા છે તેની ટીકા કરવી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સોલર ઉર્જા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જાને આટલું પ્રોત્સાહન આપી રહ્યા છે તે તેમને દેખાતું નથી. આજે દેશ રીન્યુએબલ એનર્જીના મોરચે કેટલો આગળ નીકળી ગયો છે તેને તે જોઈ શકતા નથી કે તેમને જોવું નથી. આજે જે ખેડૂતોના શેરડીના પાકમાંથી નીકળતી મોલાસીસનું પ્રદૂષણ થતું હતું અને હવે તેને પેટ્રોલમાં મિશ્રણ કરીને ઇ-20 પેટ્રોલ તરીકે લેવામાં આવી રહી છે તે બધુ કોણે કર્યુ હતુ. તેઓએ તો કર્યુ જ ન હતુ. તેના કારણે લાખો ખેડૂતોના જીવનમાં ફેર પડ્યો છે અને તે વધારાની આવક રળતા થયા છે.

આ ખેડૂતો વધારાની આવક રળતા થયા છે એટલું જ નહીં તેમનું જીવનધોરણ પણ સુધર્યુ છે અને પર્યાવરણના મોરચે પણ મોટું નુકસાન નીવારી શકાયું છે. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણના કારણે દેશની એનર્જી સિકયોરિટી વધારી શકાઈ છે અને પેટ્રોલની આયાતમાં બચત કરી શકાઈ છે અને પ્રદૂષણના મોરચે પણ મોટી રાહત મળી છે. એક વિપક્ષ તરીકે તેમણે શાસક પક્ષનું આ બધું જોવું ન હોય તે સમજી શકાય છે, પરંતુ કમસેકમ તે એવી વાતો તો ન કરે કે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાથી પ્રદૂષણ થાય છે. હોળિકાદહન જેવો તહેવાર ઉજવવાથી પ્રદૂષણ થાય છે.

તેમણે ઉમેર્યુ હતું કે અમને આશ્ચર્ય તે વાતનું છે કે તેઓ દર વખતે કેમ હિંદુઓને નિશાન બનાવે છે. દર વખતે કેમ હિંદુ તહેવારો જ તેમના નિશાના પર હોય છે, બીજા ધર્મના તહેવારો ઉજવાય ત્યારે કોઈ પ્રદૂષણ જ થતું નથી. તેમની બીજા ધર્મના તહેવારોને લઈને બોલવાની હિંમત કેમ ચાલતી નથી. હિંદુ સહિષ્ણુ છે એટલે પછી તેના વિશે ગમે તેમ બોલવું તે જાણે વિપક્ષી રાજકારણીઓનો ધર્મ બની ગયો છે. હમણા જ તમિલનાડુના જજે હિંદુઓને પૂજાનો અધિકાર આપ્યો તો તેની સામે બહુ-બહુ તો તમિલનાડુની સરકાર કે તેના સાંસદો મેદાનમાં ઉતરે, પરંતુ તેના વિરોધમાં આખો વિપક્ષ મેદાનમાં ઉતર્યો હતો. વિપક્ષ આટલે હાંસિયે ધકેલાઈ તો ગયો છે, છતાં પણ તે ક્યાં સુધી આ પ્રકારની હિંદુ વિરોધી માનસિકતામાં સબડતો રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો