Political/ ભાજપ સાંસદનાં વિવાદિત બોલ, કહ્યુ- અગાઉની સરકાર ‘મિયા કી સરકાર’ હતી

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણીનું તાપમાન જેમ જેમ ગરમ થઈ રહ્યું છે તેમ તેમ નેતાઓનાં શાબ્દિક પ્રહારો પણ તેજ થઈ રહ્યા છે. તેઓ એકબીજા પર ઉગ્ર હુમલો કરી રહ્યા છે.

Top Stories India
તેજસ્વી સૂર્યા

આવતા વર્ષે 2022 માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને પક્ષ હોય કે વિપક્ષ બન્ને પૂરી મહેનત કરી રહ્યા છે. કેવી રીતે જનતાનું દિલ જીતી શકાય તે પ્રયત્નમાં ઘણા એવા પણ નિવેદન આપવામાં આવી રહ્યા છે, જેમા આડકતરી રીતે મુસ્લિમો ટાર્ગેટમાં આવી જાય છે.

આ પણ વાંચો – World / સમૃદ્ધ દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું કર્યુ છે શરૂ તો આજે પણ અનેક લોકો પ્રથમ ડોઝથી પણ વાંછિત : WHO

આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણીનું તાપમાન જેમ જેમ ગરમ થઈ રહ્યું છે તેમ તેમ નેતાઓનાં શાબ્દિક પ્રહારો પણ તેજ થઈ રહ્યા છે. તેઓ એકબીજા પર ઉગ્ર હુમલો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (BJYM) નાં અધ્યક્ષ અને ગોરખપુર પહોંચેલા બેંગલુરુ દક્ષિણનાં BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ સોમવારે સમાજવાદી પાર્ટી (SP)નાં વડા અખિલેશ યાદવની પાછલી સરકારને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સૂર્યાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં અગાઉની સપા સરકાર ‘મિયા કી સરકાર’ હતી. તેમણે અખિલેશ યાદવને પણ જનાબ કહીને સંબોધ્યા હતા.ગોરખપુરમાં યુવાનો સાથે સીધો સંવાદ કરવા પહોંચેલા સૂર્યાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશનું વાતાવરણ કેવું હતું. કેવો હતો ભ્રષ્ટાચાર? આપણી માતાઓ અને બહેનોની રક્ષા કરવાનો વિચાર કેવો હતો? આપણા સાંસ્કૃતિક વારસા, આપણા શ્રાદ્ધ કેન્દ્રો, આપણા મંદિરોની હાલત કેવી હતી? આજે સપા અને જનાબ અખિલેશે તેમના પાંચ વર્ષનાં ગાળામાં જે દુર્ગંધ ફેલાવી હતી તે પરફ્યુમ વહેંચવાથી દૂર નહીં થાય. ‘યુવોત્થાન’ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન આવ્યું છે અને રાજ્યની યોગી સરકાર બધાને સાથે લઈ રહી છે.

આ પણ વાંચો – મંતવ્ય વિશેષ /  ‘તાઇવાન’ની આઝાદી પર ડિસેમ્બર ભારે, ‘ડ્રેગન કરી રહ્યુ છે મોટા હૂમલાની તૈયારી

ભાજપ સાંસદે કહ્યું કે, અખિલેશજી તેમની રેલીઓમાં કહેતા રહે છે કે, ‘પરિવર્તન આવશે! પરિવર્તન આવશે! પરંતુ હું અખિલેશજીને કહેવા માંગુ છું કે જરા જુઓ સાહેબ, મોદીજી અને યોગીજીનાં નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં પરિવર્તન આવશે નહીં, આવી ગયું છે. ગોરખપુર પછી સૂર્યા બસ્તી પહોંચ્યા અને અહીં તેમણે ‘MP સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’ માં ભાગ લીધો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યનાં તમામ મુખ્ય પક્ષો કોંગ્રેસ, સપા અને બસપા મતદારોને રીઝવવા માટે મહેનત કરી રહ્યા છે. હાલમાં મુખ્ય મુકાબલો ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે હોવાનું માનવામાં આવે છે. અસદુદ્દીન ઓવૈસી અને AAPની એન્ટ્રીથી ચૂંટણી રસપ્રદ બની છે. ભાજપ આ વખતે પણ 2017 જેવો દેખાવ રિપીટ કરવા માંગે છે. આ વખતે સપાએ ચૂંટણીમાં નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે.