Not Set/  ‘તાઇવાન’ની આઝાદી પર ડિસેમ્બર ભારે, ‘ડ્રેગન કરી રહ્યુ છે મોટા હૂમલાની તૈયારી

ચીન તાઇવાનને ગળી જવા માંગે છે તો રશિયા યુક્રેન પર તેનું આધિપત્ય જમાવવા માંગે છે.  યુક્રેનને કબજે કરવા માટે જાણે કે રશિયા હવે ઉતાવળું બન્યુ છે.

Top Stories World

છેલ્લા કેટલાક સમયથી કેટલાક દેશો વચ્ચે ઘર્ષની સ્થિતી બની છે., અને હવે આ સ્થિતી યુદ્ધ તરફ જાય તેવા સંકેતો મળી રહ્યા છે. કારણ કે ચીન તાઇવાનને ગળી જવા માંગે છે તો રશિયા યુક્રેન પર તેનું આધિપત્ય જમાવવા માંગે છે.  યુક્રેનને કબજે કરવા માટે જાણે કે રશિયા હવે ઉતાવળું બન્યુ છે. તેણે યુક્રેનની સીમા પર ટેંક ગોઠવી દીધી છે. તો તાઇવાનની સીમા પર ચીનના ફાઇટર જેટ પેટ્રોલિંગ કરી રહ્યા છે.,

  • યુક્રેનની સરહદ પર તૈનાત થઇ યુદ્ધટેંક
  • અમેરીકા અને રશિયા આવ્યા સામસામે

તાઇવાન પર ચીનનો પેંતરો  અને યુક્રેન પર રશિયાનું ષડયંત્ર લાગે છે કે, ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો માથા પર ભમી રહયો છે. એક તરફ ચીન અને રશિયા છે. તો બીજી તરફ અમેરીકા અને નાટો દેશ. ડ્રેગન તાઇવાન પર કબજો કરવા માંગે છે. જયારે રશિયાની નજર યુક્રેન પર છે. સંકેત મળી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જુના સોવિયત યુનિયનવાળા રૂતબો કાયમ કરવા માટે ઉતાવળા છે.

જો કે યુક્રેન સામરિક રીતે સોવિયત યુનિયનનો મહત્વનો ભાગ હતું. પણ સોવિયત સંઘના વિઘટનની સાથે યુક્રેન આઝાદ થઇ ગયું. અને રશિયાના કેટલાય પરમાણું સંયંત્ર પણ તેના ભાગમા જતા રહ્યા. પણ પુતિન રાજ આવ્યા પછી ફરીથી યુક્રેન પર સકંજો કસાવવા લાગ્યો. રશિયા પહેલાંથી જ ક્રિમિયાને હડપ કરી ચૂક્યુ છે. અને હવે યુક્રેનનો વારો છે. પુતિને નેવી શિપ મારફત ડઝનબંધ ટેંક અને રેલના મારફતે બખ્તરબંધ ગાડીઓ યુક્રેન બોર્ડર પર પહોચાડી દીધી છે.

યુક્રેનની સાથે જોડાયેલા બેલારૂસમાં રશિયાએ તેની સૈન્ય ટુકડીઓ અને બોંબવર્ધક વિમાનો તૈનાત કર્યા છે. તો બીજી તરફ યુક્રેનની સામે રશિયાના આક્રમક વલણથી અમેરીકા બેચેન છે. અમેરીકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકેનને યુક્રેનના વિદેશમંત્રી સાથે વાત કરી છે. વાતચીત પછી અમેરીકાએ રશિયાને ચેતવણી આપી છે કે તે યુક્રેન પર આક્રમણ કરવાનો પ્રયાસ ન કરે. આવી ભૂલો તેને ખુબ ભારે પડશે. પણ રશિયા એ વાતથી ખફા છે કે બ્લેકસાગરમાં અમેરીકાએ તેના યુદ્ધપોત યુએસ પોર્ટરને મોકલ્યુ છે.  જ્યારે અમેરીકી નેવીની છઠ્ઠી પલટન પહેલાંથી જ તૈનાત છે.

યુક્રેન પછી પુતિને પોલેન્ડની સામે પણ ષડયંત્ર શરૂ કરી દીધુ છે. તેના માટે પુતિને બેલારૂસના સનકી તાનાશાહને આગળ કર્યા છે. બેલારૂસના શરણાર્થીઓને ઢાલ બનાવીને પોલેન્ડ મારફતે આખા યુરોપિયન યુનિયનને પરેશાન કરવાનું શરૂ કર્યુ છે. પોલેન્ડની સીમા પર હજારો શરણાર્થીઓ જમા થયા છે.

પોલેન્ડ અને યુરોપિયન યુનિયને આશંકા વ્યક્ત કરી છે કે પુતિન શરણાર્થી સમસ્યા મારફતે યુરોપિયન યુનિયનને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહયા છે. અને એટલા માટે બાહરી શરણાર્થીઓને રેલ અને હવાઇમાર્ગે બેલારૂસની સીમા પર મોકલી રહ્યા છે. આવનારા દિવસોમાં યુક્રેન અને પોલેન્ડના મામલાને લઇને અમેરીકા અને રશિયા વચ્ચે તણાવ વધી શકે છે. હવે બ્રિટન પણ આ ઝઘડામાં  કૂદી પડ્યુ છે. તેણે પોલેન્ડને મદદ કરવા માટે પોતાના સૈન્યને ત્યાં મોકલ્યુ છે.

તો ડિસેમ્બરમાં ચીન તાઇવાન પર મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યુ છે. ચીની મિડીયાના રીપોર્ટસ પ્રમાણે ડ્રેગને તેના ફાઇટર જેટ બિલકુલ તાઇવાનની સીમા પાસે તૈનાત કરી દીધા છે. લોકોને તેને તાઇવાનની સીમા પર પેટ્રોલિંગ કરતાં જોયા છે. તે ઉપરાંત તાઇવાનની મદદ માટે આગળ આવેલા જાપાનને ધમકાવતાં ચીને ઇસ્ટ ચાઇના સમુદ્રમાં સેનકાકું દ્રીપ સુધી જવા માટે ફાઇટર મોકલ્યા છે. જેને એર પેટ્રોલિંગ કરતાં જોવા મળ્યા છે. સેનકાકુ દ્રીપ પર જાપાન તેનો કબજો ગણાવે છે. જ્યારે ચીન તેના પર પોતાનો દાવો ઠોકે છે. તાઇવાનના પુર્વી કોસ્ટમાં ચીને એન્ટી સબમરિન એરક્રાફ્ટ પણ તૈનાત કર્યા છે. જે ડિસ્ટ્રોયર ગાઇડેડ મિસાઇલથી લેસ છે.

ચીનની વિસ્તારવાદી નીતીથી કેટલાય દેશો નારાજ છે. તેમાં ભારત., જાપાન, અને ઓસ્ટ્રીલિયા પણ છે. ઓસ્ટ્રેલિયાએ તો જાહેરાત કરી દીધી છે કે જો તાઇવાનને લઇને અમેરીકા અને ચીનમાં યુદ્ધ થશે તો ઓસ્ટ્રેલિયા ખુલીને અમેરીકાને સાથ આપશે. ભારત પણ ડ્રેગનની ગરદન તોડવા માટે બેતાબ છે. કારણ કે, એલએસી પર તેના ષડયંત્રો પર હંમેશા માટે વિરામ લાગે.

રશિયા અને યુક્રેનની તણાવભરી સ્થિતીની સામે ચીન અને તાઇવાન સામે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. ત્યારે અમેરીકાએ તેમાં વચ્ચે ઝંપલાવ્યુ છે કે અમેરીકાએ સ્પષ્ટ સંકતે આપી દીધો છે કે જો ચીન તાઇવાનની સામે બળપુર્વક સ્થિતી બનાવશે તો અમેરીકા ચૂપચાપ નહી બેસે.  માત્ર અમેરીકા  જ નહી અમેરીકાના સહયોગી દેશો પણ તેમાં ઝંપલાવશે.

રશિયા અને યુક્રેનની વચ્ચે વધતાં તણાવથી યુરોપમાં એક વાર ફરી જંગના એંધાણ જોવા મળી રહયા છે. રશિયાએ યુક્રેનની સીમાથી હટાવીને મોટી સંખ્યામાં ટેંક, તોપ, અને સૈનિકો તૈનાત કરી દીધા છે. રશિયાના એક પગલાંથી આ ડર સતાવવા લાગ્યો છે, કે ક્યાંક વ્લાદીમિર પુતિન યુક્રેન પર હુમલાની તૈયારી તો નથી કરી રહ્યા ને. આ પહેલાં અમેરીકાએ પણ તેના યુરોપિય સહયોગીને ચેતવણી આપી હતી કે, રશિયા યુક્રેન પર હૂમલો કરી શકે છે.

રશિયાએ તેના સૈનિકોના જમાવડાને વોરોનેઝ શહેરની પાસે ઉભો રાખ્યો છે. વોરોનેઝ યુક્રેનની સીમાથી માત્ર ૩૨૦ કિલીમીટર દુર છે. ગુપ્ત નજર રાખતી સંસ્થાના કહેવા પ્રમાણે આ શહેરમાં રશિયાએ મોટી સંખ્યામાં ટેંક, તોપ અને આર્મર્ડ વ્હીકલ તૈનાત કર્યા છે. આ યુદ્ધક વાહનો મોસ્કોથી મોકલવામાં આવ્યા છે. અને તેમાં ટી-૮૦ મુખ્ય યુદ્ધ ટેંક પણ સામેલ છે.

આ ટેંકો અને અન્ય હથિયારોને ટ્રેનની મારફતે લાવવામાં આવ્યા છે. તેની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કાળા સાગરમાં નાટો દેશના યુદ્ધઅભ્યાસ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે, નાટો કાલા સાગરમાં યુદ્ધઅભ્યાસ કરીને રશિયાને પડકાર આપી રહ્યુ છે. તેમણે આ યુદ્ધઅભ્યાસ દરમિયાન સ્ટ્રેટેજીક એરફોર્સના ઉપયોગ પર પણ સવાલ ઉઠાવ્યો છે. તાજેતરના દિવસોમાં યુરોપમાં રશિયા-યુક્રેન,અને બેલારૂસ-પોલેન્ડની વચ્ચે તણાવભરી સ્થીતી વધતી જઇ રહી છે. તેની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિની ચેતવણીને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

પુતિને કહ્યુ છે કે, રશિયાની સીમાની પાસે નાટો અભ્યાસ ખતરનાક પડકાર છે. કારણ કે તેમાં સામેલ દેશ પોતાની સામરિક વાયુસેનાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યુ છે કે અમેરીકા અને તેના સહયોગી દેશ બ્લેક સાગરમાં પહેલાંથી અનિર્ધારિત યુદ્ધઅભ્યાસ કરી રહ્યા છે. આ કોઇ પહેલાંથી નિર્ધારિત અભ્યાસ નથી. તેમણે કહ્યુ કે આ દરમિયાન નાટો દેશ શક્તિશાળી ફોર્મેશન બનાવ્યા. એટલું જ નહી.,તેમણે લડાકુ વિમાનો અને રણનૈતિક વિમાનોનો પણ ઉપયોગ કર્યો.

રશિયાના રાષ્ટ્રપતિનું નિવેદન અમેરીકા અને તેના સહયોગી દેશોના રશિયા જળવિસ્તારની પાસે શરૂ કરેલા યુદ્ધઅભ્યાસ બાદ આવ્યુ છે. આ પહેલાં અમેરીકાના ફ્લેગશીપ અને કમાંડ શિપ માઉંટી વ્હિટનીએ બ્લેક સાગરમાં પ્રવેશ કરી દીધો છે. તેની સાથે અમેરીકી પરમાણું સબમરિન પણ બ્લેક સાગરમાં ચક્કર લગાવી રહી છે. રશિયાએ ક્રિમિયાની પાસે નાટો વિમાનોને ઇન્ટરસેપ્ટ પણ કર્યા છે.

તો બીજી તરફ તાઇવાનને લઇને અમેરીકાએ ચીનને કડક ચેતવણી આપી છે. અમેરીકાએ કહ્યુ છે કે, જો ચીન તાઇવાન પર યથાસ્થિતીને બદલવા માટે બળનો ઉપયોગ કરશે તો સંયુક્ત રાજ્ય અમેરીકા અને તેના સહયોગીઓ અવશ્ય ચીન સામે કાર્યવાહી કરશે.  અમેરીકાની આ ટીપ્પ્ણી જો બાયડેન અને જીનપિંગ વચ્ચે આયોજીત એક બેઠક પહેલાં આવી છે. ચીન દ્વારા કથિત હુમલાની સ્થિતીમાં સંયુક્ત રાજય અમેરીકા તાઇવાનની રક્ષા માટે પગલું ભરશે. અમેરીકાના વિદેશમંત્રીએ કહ્યુ હતું કે વોશિંગ્ટનની ભૂમકા રહેશે કે તાઇવાન પાસે પોતાની રક્ષા કરવાના તમામ સાધનો હોય. જેમ કે અમેરીકાના કાયદા અંતર્ગત આવશ્યક છે.

અમેરીકાએ ચીનને સીધી ચેતવણી આપતાં કહ્યુ છે કે તાઇવાનમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે અમેરીકા એકલું નથી. વીસ્તાર અને તેની બહાર નાદેશો પણ છે. જે તાઇવાન પર કોઇ પણ પ્રકારની એક તરફ કાર્યવાહી નહી થવા દે. અને શાંતિ જાળવી રાખવા માટે તમામ પ્રકારના પગલાં ઉઠાવશે.

જો કે અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડેને ગયા મહિને એવું કહીને સૌ કોઇને ચોકાવી દીધા હતા કે જો ચીને તાઇવાન પર હુમલો કર્યો તો સંયુક્ત રાજ્ય અમેરીકા તાઇવાનના બચાવમાં આવશે. જો કે અત્યારે એવું સ્પષ્ટ થયુ નથી કે., અમેરીકા હુમલાની સ્થિતીમાં કેવી પ્રતિક્રિયા આપશે. પણ વ્હાઇટ હાઉસના આ નિવેદન પછી બાયડને તેમની નિતીમાં બદલાવના કોઇ સંકેત આપ્યા નથી.

અમદાવાદ / સિવિલ મેડિસિટીમાં કોવિડ યુનિટ બંધ થતાં 1000 થી વધારે લોકોને કરાયા છૂટા

Controversy / નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

સહાયમાં અવ્યવસ્થા / કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી