- નોનવેજ અને ઈંડાંની લારી બાબતે સરકાર અને વેપારીઓ માં વિવાદ
- લારી-ગલ્લા ને કારણે જનતાને પડતી મુશ્કેલી બાબતે મંતવ્ય લીધા અભિપ્રાય
- સ્વરોજગાર વેપારીઓનો હક છે પણ તેના કારણે જનતા પરેશાન થવી ન જોઈએ- પબ્લીક
- સરકારે ખાણીપીણીના પ્લોટ ફાળવી રહેણાક વિસ્તાર થી દુર વ્યવસ્થા કરવી જોઈએ- પબ્લીક
- ખાણીપીણીના પ્લોટ હોય તો ગંદકી પણ ન થાય અને કોર્પોરેશનને ભાડાની આવક પણ થાય- પબ્લીક
- મંદિર શાળા અને જાહેર સ્થળો પર લારી-ગલ્લા થી હેરાન ગતિ ચોક્કસ થાય છે- પબ્લીક
- કોર્પોરેશન hawkers લાયસન્સ આપીને વેપારીઓ માટે વ્યવસ્થા કરવી જોઈએ
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવા અંગે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ઘણા લોકો લારીઓ હટાવવાનાં પક્ષમાં તો ઘણા તેને ન હટાવવાનાં પક્ષમાં જોવા મળી રહ્યા છે. આ વચ્ચે સ્થિતિ જે દેખાઇ રહી છે તે મુજબ સરકાર,વેપારીઓ અને જનતાનાં અલગ-અલગ મંતવ્ય જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો – વાતાવરણમાં પલટો / રાજ્યમાં ઠંડી વધતા તાપમાનનો પારો ગગડ્યો, નલિયામાં નોંધાઇ સૌથી વધુ ઠંડી
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વર્ષોથી નોનવેજ અને ઈંડાની લારીઓ રસ્તે ઉભી રહેતી આપણે સૌ કોઇએ જોઇ છે. તાજેતરમાં આ લારીઓ હટાવવા મુદ્દે ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે સરકાર, વેપારી અને જનતા અસલમાં શું વિચારે છે આવો જાણીએ… જણાવી દઇએ કે, રાજ્યમાં સૌ પ્રથમ આ મુદ્દો રાજકોટથી સામે આવ્યો હતો, જ્યા રાજકોટનાં મનપાનાં ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘ દ્વારા આ અંગે સપાટો બોલાવાયો હતો અને રાજકોટનાં ફૂલછાબ ચોકમાંથી ઈંડા-નોનવેજની તમામ લારીઓ કબ્જે કરવામાં આવી હતી, જે બાદ વડોદરામાં પણ આ મુજબ ઈંડા અને નોનવેજની લારીઓને હટાવવા કહેવામાં આવ્યા બાદ આ મુદ્દાને હવા મળી અને હવે અમદાવાદમાં પણ આ અંગે રાજકારણ શરૂ થઇ ગયુ છે. આલમ એ છે કે, હવે નોનવેજની લારી હટાવવા અને ન હટાવવાનાં પક્ષ પણ સામે આવી રહ્યા છે. જો કે આ મામલે સરકાર અને વેપારીઓમાં વિવાદ હોવો સામાન્ય વાત છે પરંતુ જનતામાં પણ આ અંગે વિચાર અલગ-અલગ જોવા મળી રહ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે આ અંગે જનતાનો અભિપ્રાય લીધો હતો, જેમા લોકોનાં આ અંગે અલગ-અલગ મંતવ્ય જોવા મળ્યા હતા. ઘણા લોકોનું કહેવુ છે કે, સ્વરોજગાર વેપારીઓનો હક છે પણ તેના કારણે જનતા પરેશાન થવી ન જોઇએ. વળી ઘણા લોકોનું કહેવુ છે કે, સરકારે આ મામલે ચોક્કસ નિર્ણય લઇને ખાણી-પીણીનાં પ્લોટ ફાળવી રહેણાંક વિસ્તારથી તેને થોડા દુર વ્યવસ્થા કરવી જોઇએ. ઘણા લોકોનું કહેવુ છે કે, ખાણી-પીણીનાં પ્લોટ હોય તો ગંદકી પણ ન થાય અને કોર્પોરેશનને ભાડાની આવક પણ થાય. વળી ઘણાનું કહેવુ છે કે, મંદિર, શાળા અને જાહેર સ્થળો પર લારી-ગલ્લાથી હેરાન ગતિ ચોક્કસ થાય છે, તેથી તેને આ સ્થળોથી દુર જ રાખવા જોઇએ. કોર્પોરેશન hawkers લાયસન્સ આપીને વેપારીઓ માટે વ્યવસ્થા કરવી જોઇએ.

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / આજથી જમ્મુમાં નાઇટ કર્ફ્યુ લાગુ થશે, રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે
ઈંડા અને નોનવેજની લારીઓ તાત્કાલિક દૂર કરવા ખુદ મનપાનાં રેવન્યુ કમિટી ચેરમેન સી એ જૈનિક વકીલએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો. ત્યારબાદ અમદાવાદ શહેરમાં પણ ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવા નિર્ણય લઈ લેવામાં આવ્યો. જેને લઈ મંગળવાર સવારથી જ અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા ઈંડા-નોનવેજ સિવાય અન્ય લારીઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ અમદાવાદમાં લારીઓ હટાવવા અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ આપ્યા બાદ અમદાવાદ કલેકટર કચેરી ખાતે લારી ગલ્લા અને પાથરણા સંઘે વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવુ છેે કે, નોનવેજની લારીઓ બંધ કરવામાં આવશે તો લોકો રોજગારી કેવી રીતે મેળવશે તેવા સવાલો ઉઠાવ્યા હતા. કલેકટર કચેરી બહાર લારી ગલ્લાનાં વેપારીઓએ સુત્રોચાર સાથે વિરોધ પણ કર્યો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
