Ahmedabad News/ દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આસારામે ફરી માગ્યા હંગામી જામીન, ગુજરાત હાઈકોર્ટમાં અરજી

આસારામે હંગામી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી. જોધપુર જેલે 20 દિવસના પેરોલ આપ્યા છે, જ્યારે ગુજરાત જેલ ઓથોરિટીએ અરજી સ્વીકારવાનો કર્યો ઇનકાર.

Gujarat Ahmedabad Breaking News
Asaram

Ahmedabad News : દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે (Asaram)ફરી હંગામી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આસારામ તરફથી મેડિકલ ગ્રાઉન્ડપર જામીનની માગ કરવામાં આવી છે. તેમની તબિયત ખરાબ હોવાનો દાવો કરી સારવાર માટે હંગામી રાહત આપવાની રજૂઆત કરવામાં આવી છે.

Asaramની  હંગામી જામીન માટે હાઈકોર્ટમાં ફરી અરજી

આસારામના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે જોધપુર જેલ ઓથોરિટી દ્વારા તેને 20 દિવસના પેરોલ (20 Day Parole) મંજૂર કરવામાં આવ્યા છે. જોકે ગુજરાતના કેસમાં પણ સજા હોવાના કારણે ગુજરાત જેલ ઓથોરિટી (Gujarat Jail Authority)પાસે પેરોલ માટે અરજી કરવામાં આવી હતી.

ગુજરાત જેલ ઓથોરિટીએ આ અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે આસારામ હાલમાં ગુજરાતની જેલમાં નહીં પરંતુ જોધપુર જેલમાં બંધ છે. આ સ્થિતિ બાદ હંગામી જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટે વકીલ પાસે માગી કાયદાકીય જોગવાઈ

હાઈકોર્ટે આસારામને હંગામી જામીન આપવાની અરજી પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ અરજી ચલાવવાને બદલે તેની મુખ્ય અપીલની સુનાવણી વહેલી કરવી જોઈએ.

એક જેલ ઓથોરિટી દ્વારા પેરોલ મંજૂર કરવામાં આવ્યા હોય અને બીજી જેલ ઓથોરિટી પેરોલની અરજી સ્વીકારવાનો ઇનકાર કરે તો આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં હંગામી જામીન માગી શકાય કે કેમ તે અંગે પણ કોર્ટમાં ચર્ચા થઈ હતી.

આગામી સુનાવણીમાં સ્થિતિ થશે સ્પષ્ટ

હાઈકોર્ટે આ મુદ્દે કાયદાકીય જોગવાઈ રજૂ કરવા આસારામના વકીલને સૂચના આપી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર સારવાર માટે રાહત આપવાની માગ અને પેરોલ સંબંધિત કાયદાકીય સ્થિતિ અંગે હવે આગામી કાર્યવાહી દરમિયાન વધુ સ્પષ્ટતા થઈ શકે છે. આ કેસમાં હાઈકોર્ટનો આગામી નિર્ણય આસારામની હંગામી જામીન ( Temporary Bail)અરજી માટે મહત્વપૂર્ણ બની શકે છે.

આસારામ સુરતની યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના દુષ્કર્મ કેસમાં પણ તેને આજીવન કેદની સજા થઈ છે અને તે જોધપુર જેલ (Jodhpur Jail)માં સજા કાપી રહ્યો છે.


આ પણ વાંચો:આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નહીં, વચગાળાના જામીન આપવા માટે સુપ્રીમકોર્ટનો ઇનકાર

આ પણ વાંચો:આસારામે સુપ્રીમ કોર્ટમાં લગાવી ગુહાર : જેલમાંથી બહાર આવવા સ્વાસ્થ્ય અને ઉંમરનો આપ્યો હવાલો, 17 જુલાઈએ થશે સુનાવણ

આ પણ વાંચો:આસારામ આશ્રમને ઝટકો, હાઇકોર્ટે 45,000 ચોરસ મીટર જમીન ખાલી કરવાના આદેશ પર મારી મહોર