Not Set/ ધોરાજીના મોટા ગુંદાળા ખાતે એકસાથે ૯ યુવાનોની અર્થી નીકળતા ગામમાં છવાયો માતમ

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ધોરાજીના મોટા ગુંદાળા ગામના યુવાનો ફરવા માટે નીકળ્યા હતા ત્યારે કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક જ ગામના ૯ પાટીદાર યુવકોના મોત મોત થયા હતા અને ૫ થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભૂજથી તમામ મૃતદેહોને મંગળવારે […]

Gujarat

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ધોરાજીના મોટા ગુંદાળા ગામના યુવાનો ફરવા માટે નીકળ્યા હતા ત્યારે કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક જ ગામના ૯ પાટીદાર યુવકોના મોત મોત થયા હતા અને ૫ થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભૂજથી તમામ મૃતદેહોને મંગળવારે મોટા ગુંદાળા ગામે લાવવામાં આવ્યા હતા. ત્યારે નાના એવા ગામમાં માતમ છવાઈ ગયો હતો. એકસાથે નવ યુવાનોની એકી સાથે અર્થી ઉઠતા નાના એવું ગામ હિબકે ચડ્યું હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ મોટા ગુંદાળા ગામે પહોંચી ગયા હતા. અને નવ યુવાનોના પાર્થિવ દેહને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ગોઝારા અકસ્માતે એક જ ગામના ૯ યુવાનોનો ભોગ લેતા આખુ ગામ સ્વયંભૂ અંતિમયાત્રામાં જોડાયું હતું.

ઉલ્લેખનિય છે કે, આ દુર્ઘટના રવિવાર સાંજે ૫.૪૦ વાગ્યાની આસપાસ બની હતી. આ તમામ મૃતકો રાજકોટના ધોરાજીના હોવાનું જણાવાયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને બસથી અલગ કરવા માટે JCBની મદદ લેવાઈ હતી.