Ahmedabad Metro/ અમદાવાદીઓની પસંદ બની અમદાવાદ મેટ્રો

અમદાવાદ મેટ્રોના લોન્ચિંગના પ્રથમ મહિનામાં જ 15 લાખ મુસાફરોએ પ્રવાસ ખેડ્યો છે અને તેને 2.52 કરોડની કમાણી થઈ છે. હવે જો મેટ્રોના સત્તાવાળાઓ દ્વારા સમયગાળો કે કોચની સંખ્યા વધારવામાં આવે તો મેટ્રોની કમાણી હજી પણ વધી શકે છે.

Top Stories Ahmedabad Gujarat
  • લોન્ચિંગના એક મહિનામાં 15 લાખથી વધુની મુસાફરી
  • એક જ મહિનામાં 2.52 કરોડથી વધુ રકમની કમાણી
  • ઓક્ટોબરમાં પ્રતિ દિન 51,000 મુસાફરોની સરેરાશ નોંધાઈ
  • 28મી ઓક્ટોબરે 98,000થી વધારે પ્રવાસી નોંધાયા
  • એક હજાર લોકો એકસાથે કરી શકે છે મુસાફરી

અમદાવાદઃ પ્રવાસમાં સરળતા અને સુગમતાની સાથે સલામતીને ઝડપ પૂરી પાડવામાં આવે તો તેને કેવી સફળતા મળે તેનું ઉદાહરણ અમદાવાદ મેટ્રો છે. અમદાવાદ મેટ્રોના (Ahmedabad Metro) લોન્ચિંગના પ્રથમ મહિનામાં જ 15 લાખ મુસાફરોએ પ્રવાસ ખેડ્યો છે અને તેને 2.52 કરોડની કમાણી થઈ છે. હવે જો મેટ્રોના સત્તાવાળાઓ દ્વારા સમયગાળો કે કોચની સંખ્યા વધારવામાં આવે તો મેટ્રોની કમાણી હજી પણ વધી શકે છે.

વડાપ્રધાન મોદી (PM Modi) દ્વારા લોન્ચ કરવામાં આવેલી અમદાવાદ મેટ્રોને શાનદાર સફળતા મળી છે. મેટ્રોના લીધે એક સાથે લગભગ હજાર લોકો એકસાથે ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશનના (Gujarat metro railway corporation) વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એક મહિનામાં બધી 32 ટ્રેન સર્વિસ (Metro train service) કાર્યાન્વિત હતી, તેમાથી 18 ઇસ્ટ-વેસ્ટ રુટ (East-West route) પર ચાલી હતી અને 14 ઉત્તર-દક્ષિણ રુટ (North-South route) પર ચાલી હતી.

અમદાવાદ મેટ્રોના ત્રણ કોચમાં લગભગ એક હજાર પ્રવાસી (Commuter) એકસાથે મુસાફરી (travel) કરી શકે છે. તેના ત્રણ કોચ (Coach) છે. પહેલા અને છેલ્લા કોચમાં કુલ 640 જણા પ્રવાસ ખેડી શકે છે. જ્યારે વચ્ચેના કોચમાં સાડા ત્રણસો જેટલા લોકો પ્રવાસ ખેડી શકે છે,

ઇસ્ટ-વેસ્ટ રૂટમાં 11 લાખથી પણ વધુ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે નોર્થ-સાઉથ રૂટમાં 4.30 લાખથી પણ વધુ લોકોએ મુસાફરી કરી હતી. આમ સરેરાશના ધોરણે જોઈએ તો મેટ્રોમાં દૈનિક ધોરણે (daily basis)જનારા લોકોની સંખ્યા 51 હજારથી વધારે છે અને મેટ્રોની દૈનિક આવક 8.50 લાખ રૂપિયા જેટલી થાય છે. કુલ 32 સ્ટેશનો ધરાવતી મેટ્રોનો 40 કિ.મી.નો રૂટ છે અને તે સવારના નવથી રાતના આઠ વાગ્યા સુધી ચાલે છે. જો કે તહેવારોના સમયગાળા દરમિયાન તેને સવારના છથી રાતના બાર વાગ્યા સુધી દોડાવવામાં આવી હતી.

ટ્રાફિકને ધ્યાનમાં રાખતા આગામી સમયમાં જે રૂટ પર વધારે ટ્રાફિક જોવાશે એટલે કે ઇસ્ટ-વેસ્ટ રુટ પર વધારે ટ્રાફિક છે તો ત્યાં મેટ્રોની ફ્રીકવન્સી અને સમયમાં વધારો કરવામાં આવી શકે છે. જ્યારે પ્રવાસીઓની ઓછી સંખ્યાવાળા રુટ જેવા કે નોર્થ-સાઉથમાં વર્તમાન સ્થિતિ જાળવી રાખવામાં આવી શકે છે.

આ પણ વાંચો

Gujarat Election 2022/ ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની આ

Accident/ આણંદ તારાપુર ચોકડી પાસે ટ્રક બેકાબૂ થતા ગમખ્વાર અકસ્માત સર્જાતા 3