- આણંદ: તારાપુર ચોકડી ટ્રક બની બેકાબુ
- આઠ લોકોને અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે મોત
- બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત
- ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
- અકસ્માત સર્જી ટ્રકનો ડ્રાઇવર ફરાર થઇ ગયો
ગુજરાતમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ટ્રાફિક નિયમોને નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માત સર્જાતા હોય છે. આણંદ તારાપુર ચોકડી પાસેથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ તારાપુર ચોકડી પાસે એક ટ્રક ઓવર સ્પીડના લીધે બેકાબુ બની હતી જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.બે બાળકો સહિત એક વૃદ્વ વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજયું છે. આ અકસ્માત થતા આજુબાજુના રહીશો બચાવ માટે દોડી આવ્યા હતા અને સત્વરે મદદ કરીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી , પોલીસે અકસ્માતનો ગુનો નોધી વઝુ તપાસ હાથ ધરી થે. ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.