અમદાવાદમાં દિવસે ને દિવસે લૂંટની ઘટનાઓ વધી રહી છે. બદમાશોને જાણે કોઈનો ડર રહ્યો જ ના હોય તે રીતે ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. શહેરના ઓઢવમાં આવેલ હિરા બા જ્વેલર્સની દુકાનમાં લૂંટારુઓ ત્રાટકીને સોનાના વેપારી પર ફાયરિંગ કરીને લાખો રૂપિયાની લૂંટ શખ્સો ફરાર થઇ ગયા છે. આ ઘટના અંગે માહિતી મળ્યા બાદ ઓઢવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ મામલે મળતી માહિતી અનુસાર ઓઢવના રબારી વસાહત પાસે આવેલ હિરાબા જવેલર્સમાં ગઇકાલે રાત્રે દુકાનદાર સહિત ચાર લોકો દુકાનમાં હાજર હતા તે સમયે બે લૂંટારૂઓ ગ્રાહકનાં સ્વાંગમાં આવીને સોનાની ચેઇન માંગી અને બાદમાં લૂંટારૂઓએ દુકાનદાર પર ફાયરિંગ કરી રૂપિયા 3 લાખ 91 હજાર રોકડા સહિત 200 ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.
આપને જણાવી દઈએ કે આ લૂંટની ઘટનાને 5 જેટલા લોકોએ અંજામ આપ્યો હતો. જેમાં માંથી 2 આરોપી પહેલા ગ્રાહક બનીને દુકાનમાં ગયા હતા અને સારી સારી વસ્તુઓ જ્વેલર્સ પાસે જોવાનાં બહાને બહાર કઢાવી હતી. ત્યાર બાદ એક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ જ્વેલર્સની બહાર ફાયરિંગ કર્યું હતું. અને જ્વેલર્સનાં હાથ પર ગોળી મારી હતી. અન્ય એકે માલિકને નીચે પાડી દીધો હતો. અને દુકાનમાંથી લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
