Not Set/ ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત, એક યુવાનનું મોત

રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થયુ હતુ અને એક યુવાન ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગેની વિગત એવી છે કે ધોરાજીમાં જેતપુર રોડ પર ભૂતવડ પાટિયા પાસે જેતપુરથી ધોરાજી તરફ આવતા જામનગરમાં બ્રાસ પાર્ટ્સનો ધંધો કરતા મુળ ધોરાજીના રહેવાસી જેનીશ માવાણીનું ડમ્પરની […]

Gujarat

રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થયુ હતુ અને એક યુવાન ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ અંગેની વિગત એવી છે કે ધોરાજીમાં જેતપુર રોડ પર ભૂતવડ પાટિયા પાસે જેતપુરથી ધોરાજી તરફ આવતા જામનગરમાં બ્રાસ પાર્ટ્સનો ધંધો કરતા મુળ ધોરાજીના રહેવાસી જેનીશ માવાણીનું ડમ્પરની અડફેટમા આવતા ઘટનાસ્થળે મોત થયુ હતુ.

જ્યારે તેની પાછળ બેઠેલ તેની ફઇનો દિકરો દિપકુમાર આંબલિયા જે જેતપુર આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

તેને 108મા ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃતક જેનીશના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. આ ઘટનાથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. જ્યારે ડમ્પર ચાલક ડમ્પર મુકીને ફરાર થઈ જતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.