@Nikunj Patel
Surat news: સુરતમાં એક વિદ્યાર્થીનીનું તેના મકાનના ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જેને પગલે તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
સુરતના ઉધનાના વિજયનગરમાં રહેતી 20 વર્ષની રસિકા ચૌહાણ નામની વિદ્યાર્થીની તેના મકાનના ત્રીજા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. રસિકા ઘરના ધાબા પર સુકવેલા કપડા લેવા માટે ગઈ હતી પરંતુ અચાનક નીચે પટકાઈ હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સારવાર અર્થે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે દાખલ કર્યા પહેલા જ ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી.
આ અંગે ઉધના પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. દીકરીના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બીજી તરફ માતાએ કોઈ બાબતે ઠપકો આપતા તેણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
હાલમાં ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
