Gujarat/ સીંગતેલમાં ભડકો, માંગ વધતા ડબ્બે રૂ.350 જેટલો ભાવ વધારો

છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.300થી 350 વધી ગયા છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબે રૂ.2500થી વધુ બોલાઈ રહ્યા છે.

Gujarat

વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ગુજરાત સહીત દુનિયાના દરેક દેશ આજે મંદીની માર સહન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓનું પ્રિય એવું સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. હાલમાં તહેવારોની સીઝન ચાલુ થવા જઈ રહી છે. દિવાળી નજીક છે ત્યારે સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે.

World / ફ્રાંસ અને તુર્કીની લડાઇમાં ઘૂસ્યું પાકિસ્તાન,  સંસદમાં લીધા…

છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.300થી 350 વધી ગયા છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબે રૂ.2500થી વધુ બોલાઈ રહ્યા છે. ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદથી ઉત્પાદન માત્ર 32-35 લાખ ટન આસપાસ રહ્યું છે. જયારે ઉત્પાદિત મગફળીની ગુણવત્તા પણ નબળી હોવાનું સામે આવી રહ્યું છે જે પણ ભાવ વધારા માટે એક મુખ્ય કારણ ગણી શકાય.

Jammu Kashmir / હવે કોઈ પણ જમીન ખરીદી શકે છે, મોદી સરકારનો મોટો નિર્ણય…

ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા.  પરંતુ આ વર્ષે રૂ.1 હજારથી 1150 સુધી બોલાઈ રહ્યા છે. આમ મગફળીના ભાવમાં માત્ર 10 ટકા વધારો થયો છે પરંતુ તેની સામે સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે.

India / કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે કોરોના પોઝીટીવ, ગઈકાલે જ પાયલ …

gujarat / જાણો સી-પ્લેનની શું છે વિશેષતાઓ ! શું છે ઈતિહાસ !…

pakistan / પેશાવરમાં મદરેસા નજીક બીજો પ્રચંડ વિસ્ફોટ, 7 ના મોત, 70 ઘાયલ…