Aravalli News: અરવલ્લી (Aravalli)માં સંબંધોને શર્મસાર કરી દેતી ઘટના બની છે. મેઘરજનાં ગ્રામ્ય વિસ્તારમાં સગા કાકાનાં દીકરાએ બહેન પર દુષ્કર્મ (Rape) આચર્યાની ઘટના બાદ સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો છે. ભોગ બનનારના પરિજને સગા કુટુંબીભાઇ સામે ફરિયાદ કરી છે, પોલીસે પોક્સો સહિતની ફરિયાદ નોંધતા તપાસ હાથ ધરી છે.
અરવલ્લીમાં સંબધોને શર્મશાર ઘટના સામે આવી છે. સગા કાકાના દીકરાએ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં 13 વર્ષીય સગીરાને પ્રસુતાની પીડા ઉપડતાં હોસ્પિટલ લઇ જવાઇ હતી, જ્યાં સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે. બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતાં પરિવારજનોએ સગા કુટુંબીભાઈ સામે ફરિયાદ કરી છે. ઈસરી પોલીસે પોક્સો (POCSO) સહિતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અગાઉ ભાવનગર (Bhavnagar) જીલ્લામાં વલ્લભીપુરમાં ભાઈએ ‘ભાઈ’નાં સંબંધને લજવી દે તેવી કંપારી છુટી જાય તેવી ઘટના બની હતી. પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યાની ઘટના નોંધાવવામાં આવી છે. મળતી વિગતો અનુસાર 22 વર્ષીય બહેન પર પિતરાઈ ભાઈએ પ્રેમ સંબંધ રાખી અવારનવાર દુષ્કર્મ (Rape) આચરતો હતો. યુવતીને દુ:ખાવો ઉપડતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને 7 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
યુવતીએ તેના પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. તબીબોના તારણનાં યુવતીનાં ભાઈએ પિતરાઈ ભાઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરાધમ આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારે યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. આરોપી ન પકડાય ત્યાં સુધી તેનો મૃતદેહ નહીં સ્વીકારે તેમ માગ કરી છે. વલ્લભીપુર પોલીસે આરોપીને ઝડપવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:સુરતમાં સગીરા પર 25 વર્ષીય યુવકે આચર્યુ દુષ્કર્મ, ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો:રાજકોટનાં ધોરાજીમાં પિતાએ 15 વર્ષની પુત્રી પર ગુજાર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત
