National News: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 25 જૂન, 2025ના રોજ એક્સિઓમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ઐતિહાસિક ઉડાન ભરશે. નાસા, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ચોથું ખાનગી અવકાશયાત્રી મિશન ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ કોમ્પ્લેક્સ 39Aથી બુધવારે વહેલી સવારે લોન્ચ થશે.
નાસાના નિવેદન મુજબ, સ્પેસક્રાફ્ટ 26 જૂનના રોજ સવારે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) ISS સાથે ડોક થશે. આ કોમર્શિયલ મિશનનું નેતૃત્વ અનુભવી કમાન્ડર પેગી વ્હિટસન કરશે, જ્યારે શુક્લા મિશન પાઇલટની ભૂમિકા નિભાવશે. મિશનમાં હંગેરીના ટિબોર કાપુ અને પોલેન્ડના સ્લેવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી મિશન નિષ્ણાતો તરીકે સામેલ છે.
આ મિશનનું લોન્ચિંગ મૂળ 29 મેના રોજ નિયોજિત હતું, પરંતુ ફાલ્કન-9 રોકેટના બૂસ્ટરમાં અને ISSના રશિયન મોડ્યુલમાં પ્રવાહી ઓક્સિજન લીકેજને કારણે તેને અનેકવાર મુલતવી રાખવામાં આવ્યું. 8 જૂન, 10 જૂન, 11 જૂન, 19 જૂન અને 22 જૂનની તારીખો બાદ, નાસાએ રશિયન મોડ્યુલનું સમારકામ કરીને 25 જૂનની અંતિમ તારીખ નિશ્ચિત કરી.આ મિશન ભારતના અવકાશ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચશે અને વૈજ્ઞાનિક સંશોધનને નવી દિશા આપશે.
આ પણ વાંચો:પહેલા ખરાબ હવામાન અને હવે ઓક્સિજન લીક… શુભાંશુ શુક્લાના અવકાશ મિશનમાં વારંવાર અવરોધ આવી રહ્યો છે
આ પણ વાંચો:Dragon Capsule અવકાશ મિશન સાથે કેવી રીતે જોડાયેલું છે? શુભાંશુ શુક્લા શું કરવા જઈ રહ્યા છે
