US Attack on Venezuela: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ દાવો કર્યો છે કે યુનાઇટેડ સ્ટેટ્સે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicolas Maduro)અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમને દેશની બહાર લઈ જવાયા છે. આ દાવો વૈશ્વિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Venezuelaની રાજધાની કારાકાસ પર હુમલો
ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, શનિવારે અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત ચાર મુખ્ય શહેરોને લક્ષ્ય બનાવ્યું છે. આ શહેરોમાં કારાકાસ, મિરાન્ડા, અરાગુઆ અને લા ગ્વયારા શામેલ છે. અમેરિકાએ આ રાજ્યોમાં સૈન્ય ઠેકાણાઓ પર 7 હવાઈ હુમલાઓ કર્યા છે.
સ્થાનિક સમય અનુસાર, પહેલો હુમલો રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો. અમેરિકી મીડિયા અનુસાર, ટ્રમ્પે વેનેઝુએલાની અંદર સૈન્ય સુવિધાઓ અને અનેક ખાસ સ્થાનોએ આ હુમલાનો આદેશ આપ્યો હતો. હુમલાના એક વાઇરલ વીડિયોમાં શહેર ઉપર ઓછી ઊંચાઈએ ઉડતાં લગભગ 10 હેલિકોપ્ટર દેખાયા. રોયટર્સના અનુસાર શહેરના ઘણા વિસ્તારોમાં ભારે અવાજ સાંભળાયા અને બાદમાં વીજળી ગુલ થઈ ગઈ.

સમગ્ર દેશમાં ઇમરજન્સી જાહેર
આ પહેલા, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ નિવેદનથી હુમલાઓનો મક્કમ પ્રતિસાદ આપવાની ઘોષણા કરી હતી. તેમણે સમગ્ર દેશમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે અને જણાવ્યું હતું કે અમેરિકાનું હેતુ વેનેઝુએલાના તેલ અને ખનિજ સંસાધનો પર કબજો મેળવવાનો છે.
પોલિટિકલ નિરીક્ષણકારો મુજબ, આ હુમલો આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગંભીર તણાવ સર્જશે અને બંને દેશો વચ્ચે સંબંધો વધુ વિસ્ફોટક બની શકે છે.
