Vadodara News: વડોદરાના ડભોઈ ગામમા છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 100 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલમાં દર્દીઓની રોજ સવારે લાઈનો જોવા મળે છે,જે દર્દીઓને વધુ સારવારની જરૂર છે તેવા તમામ દર્દીઓને વધુ સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોટાપાયા પર ગંદકીના લીધે ડભોઈમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે,ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે,ઘર દીઠ ઝાડા ઉલટીના કેસો વધતા આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથધર્યો છે.પાલિકાએ પીવાના પાણીનો સપ્લાય બંધ કર્યો છે.છેલ્લા 2 દિવસમાં જુદા-જુદા વિસ્તારોમાં કોલેરાના શંકાસ્પદ 3 કેસ નોધાતા આરોગ્ય વિભાગે ખાણી પીણીની લારીઓ અચોક્કસ મુદતથી બંધ કરાઈ છે.તો ડભોઈમાં 24 સ્થળોએ ડ્રેનેજ ઉભરાવવાની ઘટના સામે આવી છે.
વહીવટીતંત્રમાં આરોગ્ય વિભાગની ટીમ દ્રારા સર્વેમા પ્રાથમિક વાત સામે આવી છે કે,પીવાના પાણીની અંદર ડ્રેનેજ લાઈનનું પાણી ભેળસેળ થતા આ ઘટના બની છે. આરોગ્ય વિભાગે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે અને તેમા ઉલ્લેખ કર્યો છે કે,ડ્રેનેજ લીકેજ અને પીવાના પાણી સાથે મિશ્રિત થતા લોકોને ઝાડા ઉલટી થયા છે,બીજી તરફ ગામમાં જયા પણ પાણી ભરાયા હોય તે જગ્યાએ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ચોમાસામાં પીવાનું પાણી જો ડહોળું આવે તો 20 લિટર પાણીમાં ફટકડીના એક ગાંગડાને સ્વચ્છ કપડામાં વીંટીને ચાર વખત હલાવી પાણીને અડધો કલાક રાખવું. તેમાંથી પાણીમાં રહેલો ડહોળાશ નીચે બેસી જાય છે. ત્યારબાદ ઉપરનું પાણી નિતારી તેને ગાળીને ક્લોરીનની એક ટેબલેટ નાખીને પીવા માટે ઉપયોગમાં લેવું.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
