સોટી પડે ચમચમ અને વિદ્યા આવે ધમધમ, હવે ગયા એ જમાના. આજના જમાના માં તો શિક્ષક જો વિદ્યાર્થીને એક લાફો પણ મારે તો સો વાર વિચાર કરવો પડે છે. પહેલાના જમાનામાં જો વિદ્યાર્થીને માર પડે તો શાળાએ થી ઘરે જઈને કહેતા પણ ડરતો હતો. અને હવે જમાનો એવો આવ્યો છે કે, જો વિદ્યાર્થીને હાથ પણ લગાવવામાં આવે તો તરત જ વાલી શાળાએ દોડી જાય છે. અને હવે તો સરકારે પણ બાળકને નહિજ મારવામાં નિર્ણયને સમર્થન આપતો ફતવો બહાર પડ્યો છે. છતાંય હવે કયાંક ને કયાંક શિક્ષક પણ માનવતા ભૂલીને અને કોઈ કિન્નાખોરીના ભાગ રૂપે વિદ્યાર્થી પર જુલમ ગુજરાતા હોય તેમ વર્તી રહ્યા છે.
શિક્ષક અને ગુરુ વચ્ચે પહેલા જેવા આદર્શ અને સમ્માન ભર્યા સંબંધો હવે નથી રહ્યા. તેવામાં વડોદરા અને ધાનેરા માં વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે.
પાદરાની એક શાળામાં એક શિક્ષકે વિદ્યાર્થીઓને ફૂટપટ્ટી વડે માર મારવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં શિક્ષક હેવાન ની જેમ વિદ્યાર્થી ને માર મારી રહ્યો છે. અને મધર સ્કૂલના એક શિક્ષકે વિદ્યાર્થીઓને ફૂટપટ્ટી વડે માર માર્યાનો CCTV ફૂટેજ સામે આવ્યા બાદ વાલીગણ શાળા પરીશારમાં પહોચી ગયું હતું અને હોબાળો મચાવ્યો હતો. અને પોલીસ મથકે ફરિયાદ પણ કરી હતી. CCTV ફૂટેજ ના આધારે પોલીસે આ શિક્ષકની ધરપકડ કરી છે.
તો ધાનેરાના આલવાડા ગામે પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આલવાડા ગમે શિક્ષકે વિદ્યાર્થીને ગૃહકાર્ય નાં કરી ને આવતા પશુ ની જેમ ઢોર માર મારવામાં આવ્યો હતો. ધોરણ 9 માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને માર સહન ના કરી શકતા આખરે હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીના વાલીઓ દ્વારા આ શિક્ષક વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવા અંગે માગ કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
