અહેવાલ/ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે આતંકવાદી ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી આટલું દાન લીધું હતું,રિર્પોટમાં દાવો

આ દાન પ્રિન્સ ઑફ વેલ્સ ચેરિટેબલ ફંડ (PWCF) દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. ઓસામા બિન લાદેનનું મૃત્યુ 2 મે 2011ના રોજ થયું હતું.

Top Stories World
2 67 બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે આતંકવાદી ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી આટલું દાન લીધું હતું,રિર્પોટમાં દાવો

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ખતરનાક આંતકવાદી ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી 10 લાખ રૂપિયા દાન લીધું હોવાનું સામે આવ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે 2013માં એટલે કે ઓસામા બિન લાદેનના મોતના લગભગ બે વર્ષ બાદ લાદેનના સાવકા ભાઈ પાસેથી આ દાન લીધું હતું. આ દાન પ્રિન્સ ઑફ વેલ્સ ચેરિટેબલ ફંડ (PWCF) દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. ઓસામા બિન લાદેનનું મૃત્યુ 2 મે 2011ના રોજ થયું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈએ બ્રિટનના પ્રખ્યાત અખબાર ‘ધ સન્ડે ટાઈમ્સ’ને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પ્રિન્સ ચાર્લ્સ અલ-કાયદાના નેતા બિન લાદેનના સાવકા ભાઈ બકર સાથે લંડનમાં મળ્યા હતા અને 1 મિલિયન પાઉન્ડ (લગભગ 9.6 કરોડ) લેવા માટે તૈયાર થઇ ગયા છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ સિંહાસનના વારસદાર પ્રિન્સ ચાર્લ્સને તેમના કેટલાક વરિષ્ઠ સલાહકારોએ આ રકમ પરત કરવા કહ્યું હતું. જોકે, તેના ક્લિયરન્સ હાઉસે આ વાતને નકારી કાઢી છે. ક્લિયરન્સ હાઉસનું કહેવું છે કે પ્રિન્સ પોતે આ નિર્ણયમાં અંગત રીતે સામેલ થયા છે.