Not Set/ દેશમાં નવા અને રિકવરી થયેલા કેસ સમાંતર, કેસનો આંક રહ્યો 3.43 લાખ

દેશમાં કોરોનાનાં કેસમાં મોટી રાહત જોવા મળી રહી છે. ખાસ કરીને નવા કેસનો ગ્રાફ નીચો જતા આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. દેશમાં કોરોનાનાં 3.43 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3.43 લાખ નોંધાયા છે.

Top Stories India
મોહમ્મદ આમિર 5 દેશમાં નવા અને રિકવરી થયેલા કેસ સમાંતર, કેસનો આંક રહ્યો 3.43 લાખ
  • દેશમાં નવા કેસનો નીચે જતો ગ્રાફ
  • છેલ્લાં 24 કલાકમાં 3.43 લાખ કેસ
  • રિકવરી પણ ફરી નવા કેસની સમાંતર
  • 24 કલાકમાં 3.43 લાખ કોરોના મુક્ત
  • દેશમાં 2 કરોડથી વધુ થયા હવે રિકવર
  • મહારાષ્ટ્ર-ઉત્તરપ્રદેશમાં કેસમાં ઘટાડો
  • દિલ્હીમાં પિકથી નીચે આવી રહ્યાં છે કેસ
  • એક્ટિવ કેસ સતત ત્રીજા દિવસે સ્થિર

દેશમાં કોરોનાનાં કેસમાં મોટી રાહત જોવા મળી રહી છે. ખાસ કરીને નવા કેસનો ગ્રાફ નીચો જતા આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. દેશમાં કોરોનાનાં 3.43 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3.43 લાખ નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

Interesting / મહિલાએ કર્યો દાવો, મને એલિયન્સે 52 વખત કિડનેપ કરી, બતાવ્યા પુરાવા

આપને જણાવી દઇએ કે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિમાં રહેલા મહારાષ્ટ્રે પણ હવે કોરોના સામે જંગ જીતવાની શરૂઆત કરી લીધી છે. દેશનાં અલગ-અલગ રાજ્યોમાં આંશિક લોકડાઉન કે લોકડાઉનનું જ કારણ હાલમાં રોજનાં સામે આવતા આકંડામાં દેખાઇ રહ્યુ છે.

મોહમ્મદ આમિર 4 દેશમાં નવા અને રિકવરી થયેલા કેસ સમાંતર, કેસનો આંક રહ્યો 3.43 લાખ

OMG! / ટાઇમ ટ્રાવેલરનો દાવો, કહ્યુ- આટલા દિવસ માટે પૃથ્વી પર માત્ર અંધકાર જ હશે

દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દરમિયાન, આરોગ્ય મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલે જણાવ્યું છે કે, દેશમાં અત્યાર સુધીમાં 83.26 ટકા કોરોનાનાં કેસ રિકવર થયા છે. વળી દેશમાં કોરોનાનાં લગભગ 37.1 લાખ એક્ટિવ કેસ છે. જણાવી દઇએ કે, હાલમાં કોરોનાનાં કુલ કન્ફોર્મ કેસ 2,37,03,665 છે. તેની સામે રિકવર થયેલા કુલ કેસનો આંક 1,97,4,823 રહ્યો છે. વળી ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં મોતને ભેટી ચુકેલા દર્દીઓનો કુલ આંક હવે 2,58,317 એ પહોંચ્યો છે.  લવ અગ્રવાલનાં જણાવ્યા અનુસાર 3 મે નાં રોજ રિકવરી દર 81.3 ટકા હતો, ત્યારબાદ રિકવરીમાં સુધારો થયો છે.

sago str 11 દેશમાં નવા અને રિકવરી થયેલા કેસ સમાંતર, કેસનો આંક રહ્યો 3.43 લાખ