Kachchh news/ PGVCLના કોન્ટ્રાકટર એસોસિએશનની સમેટાઈ હડતાલ

કચ્છ સૌરાષ્ટ્ર PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા 11મીએથી ચાલુ કરવામાં રહેલી હડતાલનો આજે અંત આવ્યો છે.

Gujarat Others Breaking News

Kachchh News: કચ્છ સૌરાષ્ટ્ર PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા 11મીએથી ચાલુ કરવામાં રહેલી હડતાલનો આજે અંત આવ્યો છે. પગાર, લાઇન વર્ક, ફેબ્રિકેશન અને વાહન ભાડા તેમજ લોડીંગ અને અનલોડીંગ ચાર્જ વગેરે જેવા મુદ્દાઓને લઈને હડતાળ શરૂ થઈ હતી. આજે બેઠક પૂરી થયા બાદ પીજીવીસીએલના એમ.ડી. સાથે મીટીંગ બાદ સમાપ્ત થઈ હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આજે રાજ્યના પૂર્વ મંત્રી વાસણાભાઈ આહીરની મધ્યસ્થીથી પીજીવીસીએલ મેનેજમેન્ટ સમક્ષ બેઠક યોજાઈ હતી. જેમાં પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા ભાવ વધારાની લેખિત ખાતરી આપવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે છ દિવસથી ચાલી રહેલી 700 થી વધુ કોન્ટ્રાક્ટરોની હડતાળ આજે સમાપ્ત થઈ ગઈ છે.

આ યાદીમાં કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ માતાએ જણાવ્યું છે કે, 11.11.2024થી કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ભાવ વધારા અંગે પીજીવીસીએલ મેનેજમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો, છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા હડતાળ કરવામાં આવી હતી, અનેક રજૂઆતો કરી હતી, પરંતુ પૂર્વ રાજ્ય મંત્રી વાસણાભાઈ આહીર સાહેબ. સંગઠનની રૂબરૂ બેઠક સાથે હડતાળનો અંત આવ્યો હતો, જેમાં મેનેજિંગ ડિરેક્ટરે મધ્યસ્થી અને સરકાર તેમજ પીજીવીસીએલ મેનેજમેન્ટને રજૂઆતો કરી હતી અને કોન્ટ્રાક્ટરો સાથે આ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી.

મેનેજમેન્ટ દ્વારા આજે મળેલી બોર્ડ મીટીંગ બાદ ભાવવધારાને મંજુરી આપવામાં આવશે અને વાહન ભાડા, ફેબ્રિકેશન, લોડીંગ-અનલોડીંગ વગેરેનો કોઈપણ ભાવવધારો પીજીવીસીએલ મેનેજમેન્ટ પોતે કરશે અને કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ દ્વારા ભાવવધારો કરવાની લેખિતમાં ખાતરી આપવામાં આવી છે. છેલ્લા 05 દિવસ દરમિયાન જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તો કોન્ટ્રાક્ટર એસોસિએશન ખેદ વ્યક્ત કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PGVCLના કોન્ટ્રાકટરની હડતાલને લઈને કિસાન કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા

આ પણ વાંચો:કચ્છ-સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ વર્ષમાં 254 કરોડથી વધુની વીજચોરી પકડાઈ, PGVCL હવે ડ્રોનથી પાવર ચોરી પકડશે

આ પણ વાંચો:PGVCL દ્વારા અસરગ્રત જિલ્લામાં યુદ્વના ધોરણે કામગીરી, વીજ પુરવઠામાં અવરોધને લઇ MD પ્રિતિ શર્મા દ્વારા લેવાયા તાકીદે પગલાં