Ahmedabad News: અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ડ્રોન ઉડાડવા પર કોઈ નિયંત્રણ ન હતું, પરંતુ હવે અમદાવાદ શહેરમાં મંજૂરી વગર ડ્રોન ઉડાડવામાં આવ્યું તો તે ગુનો બનશે. આમ અમદાવાદ શહેરમાં હવે મંજૂરી વગર ડ્રોન ઉડાડવાને લઈને પ્રતિબંધ આવી ગયો છે. આમ જો તમારે ડ્રોન ઉડાડવું હશે તો મંજૂરી લેવી પડશે.

આમ છતાં પણ જો કોઈએ મંજૂરી વગર ડ્રોન ઉડાડ્યું તો તે ગુનો ગણવામાં આવશે. તેની સામે રીતસરની કાયદાકીય કાર્યવાહી થશે. અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ શહેર પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું છે. હાલમાં આ પ્રતિબંધની સમયમર્યાદા 16 ઓક્ટોબર સુધીની છે. પછી તેને લંબાવવી કે ત્યાં પૂરી કરવી તેનો નિર્ણય અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર લેશે.

આમ અમદાવાદમાં કમસેકમ 16 ઓક્ટોબર સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લાગી જ ચૂક્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારા ડ્રોન ઓપરેટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે ડ્રોન ઓપરેટર મંજૂરી લઈને ડ્રોન ઉડાવી શકે છે.

શહેર કમિશ્નરે અચાનક જ આ રીતે બહાર પાડેલા જાહેરનામાના કારણે ડ્રોન ઓપરેટરો રીતસર દોડતા થઈ જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેઓએ ડ્રોન માટે ઓર્ડર લીધા હોય તો તે તો પૂરા કરવા જ પડે. અત્યાર સુધી તો કોઈપણ પ્રકારની મંજૂરી વગર કામ ચાલતુ હતુ. હવે તેઓએ પોતાના કામ માટે મંજૂરી લેવી પડશે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો: પોરબંદરમાં ડ્રોનની મદદથી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ, એક ફરાર
આ પણ વાંચો: ‘આજનું યુદ્ધ ગઈકાલની બંદૂકથી જીતી શકાતું નથી’ – CDS અનિલ ચૌહાણે આપી ચેતવણી, કહ્યું – ડ્રોન ગેમ ચેન્જર બનશે
આ પણ વાંચો: ભારતનો ડ્રોન સેક્ટરમાં હનુમાન કૂદકોઃ વિશ્વસ્તરે હરીફાઈ માટે તૈયાર
