Patan News : પાટણમાં એક વિદ્યાર્થીનીના અપહરણને પગલે ચકચાર મચી ગઈ છે. આ બનાવની વિગત મુજબ જિલ્લાના સરસ્વતી તાલુકામાં અપહરણનો આ બનાવ બન્યો હતો. જેમાં મેલુસણમાં શાળાએ જતી વ્દ્યાર્થીનીનું અપહરણ કરવામા આવ્યું હતું. ઈકો ગાડીમાં આવેલા 3 શખ્સોએ આ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
શાળાએ જતી ધોરણ -6 ની વિદ્યાર્થીનુું ઈકો કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યા બાદ અપહરણકારોએ વિદ્યાર્થીનીને સરકારી દવાખાના પાસે ઉતારી દીધી હતી. બાદમાં આ શખ્સો ઈકો કારમાં ભાગી ગયા હતા. આ અંગે વિદ્યાર્થીનીના પિતાએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:નેતાન્યાહુના ઘર પર રોકેટથી હુમલો, ઈઝરાયેલી સેનાએ વળતો જવાબ આપ્યો, 100થી વધુના મોત
આ પણ વાંચો:ભાભીના પ્રેમમાં પાગલ દિયરે ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
આ પણ વાંચો:સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત
