Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી એક વ્યક્તિને કંપનીમાં ટાસ્ક પુરો કરવાથી સારી કમાણી થશે, એવી લાલચ આપીને 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા શક્સો સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ વસ્ત્રાલમાં માધવ પાર્ક વિભાગ-2માં રહેતા અપૂર્વ ભરતભાઈ પટેલ(30)એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં અલગ અલગ ટેલીગ્રામ આઈડી ધરાવતા શખ્સોએ અપૂર્વ પટેલને મેસેજથી અને મોબાઈલ નંબરોથી કોલ અને વોટ્સએપ પર અરૂણ સાજી તથા નિતીશ વર્માની ઓળખ આપીને એફીલેટ માર્કેટીંગ નામે ટાસ્ક પુરા કરવાથી સારી કમાણી થશે તેવી લોભામણી લાલચ આપી હતી.
બાદમાં અપુર્વને બે અલગ અલગ લીંક મોકલીને તેમાં આઈડી ઓપન કરાવી તેના મારફતે એફીલેટ માર્કેટીંગ ના નામે અલગ અલગ બેન્ક ખાતાઓમાં કુલ રૂ. 25,17,387 ટ્રાન્સફર કરાવડવ્યા હતા. ઉપરાંત જુદી જુદી રકમના ટાસ્ક પુરા કરાવી રૂ.12,542 પરત કર્યા હતા પરંતપ રૂ.25,04,935 ની છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ
આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?
આ પણ વાંચો:ભારતીયો રોજ પેટમાં પધરાવે છે પ્લાસ્ટિક, જાણો કઈ રીતે?
